________________
૧૫૯
પાણીની વર્ષાધાર ચાલી રહી છે, ગામ અગ્નિથી બળી રહ્યું છે અને અટવીમાં મોટે દવ લાગે છે. તે સમયે ક્યાં જવું? તેટલીપુત્રે જવાબ આપ્યો-ભયભિત મનુષ્યને તેવા સમયે ચારિત્રનું જ શરણ છે. પિટ્ટીલે કહ્યું –સત્ય છે, ત્યારે તમે ચારિત્ર અંગીકાર કરે. એમ કહીને તે સ્વસ્થાનકે ગયે. તેટલીપુત્ર આત્મચિંત્વન કરવા લાગે અને શુકલ ધ્યાનના યોગથી તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ યાદ આવ્યું. તેણે તરત સ્વયંમેવ પંચમુષ્ટિ લોન્ચ કરી પંચમહાવ્રત ધારણ કર્યા, અને શુભ પરિણામની ધારા વર્ષાવતાં, જ્ઞાનાવરણીય આદિ ચાર કર્મને ક્ષય કરી, કૈવલ્યજ્ઞાન, કૈવલ્ય દર્શનને પામ્યા.
કનકધ્વજને આ વાતની ખબર પડી, તેથી તે ચિંતાતુર થઈ તેતલીપુત્ર પાસે ક્ષમા યાચવા આવ્યો. તેણે વંદન કર્યું અને અવિનયની ક્ષમા ભાગી, ભક્તિ કરવા લાગ્યો. તેટલીપુત્રે તેને ધર્મબોધ આપ્યો. રાજાએ બારવ્રત અંગીકાર કર્યો. ઘણા વર્ષ સુધી કેવળ પ્રવજ્ય પાળીને તેટલીપુત્ર સિદ્ધ થયા.
૧૨૦થાવચ્ચપુત્ર. સુવર્ણના કોટવાળી મણિરત્નના કાંગરાવાળી, ધનપતિ કુબેરની બુદ્ધિથી ઉત્પન્ન થયેલી દ્વારિકા નામની નગરી હતી. તે નગરીમાં એક મહા રિદ્ધિવંત થાવર્ચી નામની ગાથાપતિનીને એક પુત્ર હતા, તેનું નામ થાવચ્ચપુત્ર. યૌવનાવસ્થાએ પામતાં થાવપુત્રને બત્રીસ સ્ત્રીઓ પરણાવવામાં આવી. તે સ્ત્રીઓના પ્રેમસૌંદર્યમાં થાવપુત્ર સમય પસાર કરતો હતો. એકદા પ્રસંગે દ્વારિકા નગરીના નંદનવન નામના ઉદ્યાનમાં રર મા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ પધાર્યા. પરિષદ્ દર્શન કરવાને નીકળી. જેમ મેઘકુમાર દર્શન કરવાને નીકળ્યા હતા, તેમ થાવચ્ચપુત્ર પણ નીકળ્યા. પ્રભુએ ધર્મોપદેશ આપ્યો. થાવચ્ચપુત્રને વૈરાગ્ય થયો. ઘેર આવી માતા પાસે દીક્ષાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com