________________
૧૫૮
નહી, પણ તમારે જે ઈચ્છા હોય તો હું સર્વ પ્રભુને વિચિત્ર ધર્મ સમજાવું, પટ્ટીલાએ હા કહી. આર્યાજીએ ધર્મ બોધ આપે. પિટ્ટીલા પ્રતિબોધ પામી અને બારવ્રત અંગીકાર કર્યા. ત્યાર બાદ કેટલોક સમય વિત્યા છતાં તેટલીપુત્રને પટ્ટીલા પર પ્રેમ આવ્યો નહી, તેથી પિોઢીલાને દીક્ષા લેવાની અભિલાષા થઈ અને પતિની આજ્ઞા માગી. પતિએ કહ્યું કે તમે દીક્ષા લઈને દેવ થાવ, તો મહને બંધ પમાડવો એવી શરતે હું રજા આપું. પિટ્ટીલાએ તે કબુલ્યું અને દીક્ષા લીધી. તપ જપ સંવર ક્રિયાઓ અને અંતિમ સંથારે કરી પટ્ટીલા દેવલોકમાં ગઈ.
કનકરથ નામનો રાજા વખત જતાં ગુજરી ગયે. તેને પુત્ર ન હેવાથી ગાદી કોને આપવી તે માટે નગરજનો વિચારમાં પડ્યા પછી તે સર્વે તેટલીપુત્ર પાસે ગયા અને રાજ્યપુત્ર કોઈ હોય તે લાવી આપવાની વિનંતિ કરી. પ્રધાને પ્રથમની હકીકત જાહેર કરી. લોકો ખુશી થયાં, અને કનકધ્વજ કુમારને રાજ્યાસને સ્થાપે. કનકધ્વજ પણ તેટલીપુત્ર પર ઘણો જ પ્રેમ રાખતા અને દરેક કાર્યમાં તેનીજ મુખ્ય સલાહ લેતો. તેટલીપુત્ર રાજ્યકાર્યભારના વૈભવમાં અને માજશોખમાં રહેવા લાગ્યો. આ વાતની પિદીલ દેવને ખબર પડી, તેથી તેણે રાજા અને પ્રધાન ઉભય વચ્ચે પ્રેમ સંબંધ તોડવાનો પ્રયત્ન કર્યો. પરિણામે કનકધ્વજનો પ્રેમ પ્રધાન ઉપરથી એકાએક ખસી ગયો. પ્રધાનને રાજાએ તેમજ તેના કોઈ પણ અનુચરોએ ભાન ન આપ્યું. પ્રધાન શોકમાં પડ્યો અને આ તિરસ્કૃત જીવન જીવવા કરતાં મૃત્યુ શ્રેયસ્કર છે, એમ ધારી આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. ઝેરથી, તરવારથી, ફાંસાથી, અગ્નિથી, એમ અનેક પ્રયોગો તેણે ક્ય. છતાં દેવની ચમત્કતિથી એકેયમાં તે સફળ ન થયો. ત્યારે પાટીલ દેવ આવ્યો અને ઉપદેશ આપી પૂછયું. હે તેટલીપુત્ર, આગળ મેટી ઉંડી ખાઈ છે, અને પાછળ હાથીને ભય છે, બંને બાજુમાં અંધકાર છે, વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com