________________
૧૬૩
કુબેર સાથે જુગાર રમ્યા, પરિણામે નળને સજ્યપાટ હારીને વનમાં જઈ રહેવું પડયું. સતી દમયંતી તેમની સાથે વનમાં આવી અને ત્યાં અનેક સંકટ સહ્યાં. પારધી, વ્યાપારી, વ્યાધ્ર આદિ અનેકના ત્રાસદાયક પંજામાંથી બચી, શિયળનું રક્ષણ કરી. તે અચળપુરમાં ઋતુપર્ણ રાજાને ત્યાં પોતાની માસીને ઘેર આવી. ત્યાં પણ કર્મવશાત્ તેના પર હાર ચર્યાને આરોપ આવ્યા. સતીના શિયળ પ્રભાવે હાર જડ્યો અને તેની માસીને આ આરેપ બદલ પશ્ચાત્તાપ થયું. આખરે પોતાના પિતા ભીમકરાજાના માણસોની સાથે તે પિતાના રાજ્યમાં ગઈ. ત્યાં નળના મેળાપ માટે ફરી સ્વયંવર મંડપની કૃત્રિમ યોજના કરી. કુબડા સ્વરૂપે નળરાજા સ્વયંવર મંડપમાં હાજર થયા. બંને મળ્યા. અને અત્યંત આનંદ થશે. વનવાસ કાળ પૂરો થયે નળ તથા દમયંતી પિતાના રાજ્યમાં ગયા. રાજ્ય પ્રાપ્ત થયું. મનુષ્ય સંબંધી સુખ ભોગવતાં આખરે દમયંતીને વૈરાગ્ય થય; અને તેણે દીક્ષા લીધી. વ્રત નિયમોનું સુંદર પાલન કરી, યથાસમયે કાળધર્મ પામી દમયંતી દેવલોકમાં ગઈ. તે મહાસતી તરિકે જગપ્રસિદ્ધ બની.
૧૨૩ દશરથરાજ, તેઓ અયોધ્યા નગરીના અજ રાજાના પુત્ર હતા. તેમને કૌશલ્યા, સુમિત્રા, અને કૈકેયી એ ત્રણ રાણીઓ હતી. તેમાં કૌશલ્યાથી રામ, (પદ્મ) સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુદન, તથા કેકેયીથી ભરત એમ ચાર પુત્રો થયા. પિતે વૃદ્ધ થવાથી રામને ગાદી આપી દીક્ષા લેવાને વિચાર કર્યો, આથી પ્રજાવર્ગ તથા અંતઃપુરમાં આનંદ થયે, પરંતુ કેકેયીને મનમાં અદેખાઈ આવી, તેથી તેણે અગાઉ મળેલાં વચનને દુરૂપયોગ કરી “રામને વનવાસ અને ભરતને રાજ્ય' એ પ્રકારની માગણી કરી, સત્યવાદી પુરૂષ જીવન કરતાં વચનની કિંમત વધારે ગણે છે,” એ મુજબ દુઃખીત મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com