________________
૧૫૬ વિર વાળ્યું ત્રિપૃષ્ટ, શ્રેયાંસનાથ તીર્થકરના વખતમાં ૮૪ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યો અને સાતમી નરકે ગયે.
૧૧૮ ત્રિશલાદેવી. તેઓ ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની રાણું અને પ્રભુ મહાવીરની માતા હતા. તેમને નંદીવર્ધન અને વર્ધમાન (મહાવીર) એ બે પુત્રો ઉપરાંત એક પુત્રી હતી. ત્રિશલાદેવી એ વિશાળા નંગરીના ચેડા રાજાની બહેન થતા હતા. તેઓ પ્રભુ પાર્શ્વનાથના શાસનમાં શ્રાવકધર્મ પાળતા. ભ. મહાવીર દેવ દીક્ષા લીધી, તે પહેલાં તેઓ કાળધર્મ પામી દશમા દેવલોકમાં ગયા.
૧૧૯ તેતલીપ્રધાન
તેતલપુર નામનું નગર હતું. તેમાં કનકરથ નામને રાજા રાજ્ય કરતે હતો. તેને મહાબુદ્ધિશાળી તેતલીપુત્ર નામને પ્રધાન હતો. તે પ્રધાન એક વાર ઘોડેસ્વાર થઈને કેટલાક સ્વાર સાથે ફરવા જતો હતો. રસ્તામાં તેણે એક ભવ્ય મકાનની અગાસીમાં એક સુંદર બાળાને જોઈ. આ બાળા સર્વાંગ સુંદર અને અપૂર્વ લાવણ્યવાળી હતી. પ્રધાન આ બાળાને જોઈ મોહિત થયો. પ્રધાન ઘેર આવ્યા. પરંતુ તેને ચેન પડયું નહી. તેથી પિતાના માણસને બોલાવીને પેલી બાળા કોણ છે તેની તપાસ કરાવી. માણ દ્વારા જાણ્યું કે તે એક મહા અદ્ધિવંત કાલદે નામે સોનીની પુત્રી છે. અને તેનું નામ પોઢીલા છે. પ્રધાનને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ, તેથી દૂત દ્વારા સોનીને ત્યાં તેની પુત્રી તેતલીપુત્ર પ્રધાનને આપવા કહેણ મોકલાવ્યું. દૂત ગયા અને વાત કરી. સોની પોતાની ઈજજત આબરૂ વધશે એમ ધારી માનું કબૂલ કર્યું, પ્રધાન આ પિટ્ટિીલા કન્યાને પરણ્યો અને અનેક પ્રકારના સુખ ભોગવવા લાગ્યો.
તે નગરને કનકરથ રાજા સ્ત્રીઓનાં રૂપ સૌંદર્યમાં મુગ્ધ હતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com