________________
૧૫૪
વસ્ત્રો ધારણ કર્યો છે. કેશલોચ કર્યો છે. અને છઠ ઉપર છઠ કરી આતાપના ભૂમિમાં ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડી છે, પારણાને દિવસે ઉચ્ચ, નિચ, મધ્યમ કૂળમાં ભિક્ષાર્થે નીકળે છે અને માત્ર પાકેલા ચોખા વહોરીને લાવે છે. તે ચોખાને એકવીસ વાર પાણીથી ધોવે છે, અને તેનું સત્વ માત્ર રહે ત્યારે જ તેનો આહાર કરે છે અને જીવન નભાવે છે. વળી તે પાછી ઉગ્ર તપશ્ચર્યા સાધવા લાગે છે. અ૮૫ આહાર અને મહાન તપશ્ચર્યાના યોગે તેનું શરીર હણ, ક્ષીણ થઈ ગયું. શરીરમાં માત્ર હાડકાંઓ દેખાવા લાગ્યા. અને હવે હું લાબું જીવીશ નહી એવું તેને લાગવાથી પિતાની પાસેનું કમંડલ, કાષ્ટપાત્ર તથા પાદુકાને તેણે દૂર ફેંકી દીધાં અને પાદોપગમન સંથારે કર્યો.
તેની મહાન તપશ્ચર્યાના પરીબળે દેવલોકમાં બલીચંચા રાજ્યધાનીના દેવેંદ્રનું આસન ચલિત થયું. ત્યાંના દેવ દેવીઓએ ઉપયોગ મૂકે અને જોયું તો તામલી તાપસને સંથારો કરતાં જોયે. તેથી તેને બલીચંચામાં ઈદ્ર થવાનો સંકલ્પ (નિયાણું) કરાવવા, દેવો મૃત્યુલોકમાં તામલી તાપસ પાસે આવી પહોંચ્યા. દેવોએ બત્રીસ પ્રકારના નાટક કરી તાલીતાપસને વંદન કર્યું. અને બલીચંચામાં ઈક થવાને સંકલ્પ કરવા તાલીતાપસને કહ્યું. પરંતુ તામલીતાપસે ગણકાર્યું નહિ, અને મૌન રહ્યો. દેવો ક્રોધ પામીને સ્વસ્થાનકે ગયાં. તે સમયે ઈશાન દેવકમાં પણ ઈકની જગ્યા ખાલી પડી.
તાભલીતાપસ બે માસ સંથારામાં રહી, સાઠ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામ્ય અને ઈશાન દેવલોકમાં ઈદ્ધિ થયું. આ વાતની બલીવંચાના દેવદેવીઓને ખબર પડી, તેથી તેઓ ઉગ્ર રૂ૫ ધારણ કરી, ક્રોધથી લાલચોળ બની મૃત્યુ લેકમાં ઉતરી પડ્યા, અને તાલીતાપસના શબને રસીથી બાંધ્યું. તેના પર થુંકયા અને તે શબને ઘસડીને તે નગરીની વચ્ચે લાવી દેવો બોલવા લાગ્યા –સ્વયં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com