________________
૧૫૨
અસારતાનું વર્ણન કર્યું. પરિણામે પ્રભવને દીક્ષા લેવાને અભિલાષ થયો. તેજ રાત્રીએ વિધવિધ દષ્ટાંત આપીને જબુકુમારે પોતાની આઠ સ્ત્રીઓને બુઝવી. સૌ દીક્ષા લેવા તત્પર થયા. છેવટે જંબુકમારે, પ્રભવાદિ ૫૦૦ ચોર, પિતાના માતાપિતા, આઠ સ્ત્રીઓ અને તેમના માતાપિતા એમ પર૬ જણ સાથે દીક્ષા લીધી; અને સુધર્મગણધર સાથે પ્રભાનુગ્રામ વિચરતા અનેક પ્રશ્નોનું સમાધાન કરી શાસ્ત્રમાં પારંગત થયા. તેમણે ૧૬ વર્ષની વયે દીક્ષા લીધો. ૩૬ મા વર્ષે કેવલ્યજ્ઞાન થયું. ૪૪ વર્ષ કેવલ્ય પ્રવજ્યમાં રહ્યા અને ૮૦ વર્ષની ઉંમરે તેઓ મેક્ષ પામ્યા. તેમની પાટે શ્રી પ્રભવસ્વામી બેઠા.
૧૧૫ ઢંઢણકુમાર. શ્રી કૃષ્ણને ઢંઢણું નામે રાણી હતી, તેને એક પુત્ર થશે. નામ ઢંઢણકુમાર. એકવાર શ્રી નેમીશ્વર ભગવાન ત્યાં પધાર્યા. ઢઢણકુમાર પ્રભુની દેશનામાં ગયા. ત્યાં તેમને વૈરાગ્ય થશે અને માતા પિતાની રજા મેળવી તેમણે દીક્ષા લીધી. પૂર્વ કર્મના ઉદયે ઢંઢણમુનિને આહારની પ્રાપ્તિ થતી ન હતી, એટલું જ નહિ પણ ઢઢણમુનિ જે કોઈ બીજા સાધુઓ સાથે ગૌચરી જાય, તો તે સાધુઓને પણ આહારની પ્રાપ્તિ ન થાય. આથી ઢઢણમુનિએ એવો અભિગ્રહ લીધે કે પોતાની લબ્ધિ વડે આહાર મળે તો જ સ્વીકારવો. આ રીતે છ માસ વીતી ગયા, પણ ઢંઢણમુનિને આહાર મળ્યો નહિ. એકવાર ભગવાન નેમિનાથ ઢંઢણમુનિ આદિ શિષ્ય પરીવાર સાથે દ્વારિકામાં પધાર્યા, ઢઢણમુનિ ગૌચરીએ નીકળ્યા. રસ્તામાં શ્રી કૃષ્ણ ભળ્યા, તેમણે ઢંઢણમુનિને વંદન કર્યું. આ જોઈ પાસેની એક હવેલીમાં રહેતા ગૃહસ્થને લાગ્યું કે આ મુનિ પ્રભાવશાળી જણાય છે. એમ વિચારી તેણે ઢંઢણમુનિને મોદક લહેરાવ્યા. તે લઈ મુનિ શ્રી નેમિનાથ પાસે આવ્યા. અને પિતાની લબ્ધિએ મળેલા આહારની વાત કરી, ત્યારે
શ્રી નેમિનાથે કહ્યું કે તમને મળેલો આહાર તમારી લબ્ધિને નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com