________________
૧૫૫
મન કલ્પિત પ્રવજ્ય લઈને અને અજ્ઞાન તપશ્ચર્યા કરીને તામસીતાપસ ઈશાન દેવલોકમાં દેવ થયો છે, આ પ્રમાણે તેની નિંદા કરી દેવો સ્વસ્થાનકે ગયાં. ઈશાનના દેવદેવીઓએ જાણ્યું કે અમારા ઈદ તામલીતાપસના મૃતદેહની દુર્દશા થઈ છે! તેથી તેમણે તે વાત તામલીતાપસને કરી. તેથી તે ક્રોધથી લાલચોળ બની, લલાટમાં ભ્રકુટી ચડાવી, બલીચંચાને ઉચે નીચે ચોતરફ જવા લાગ્યો. તેના દિવ્ય પ્રભાવથી તે રાધાની અશિના અંગાર જેવી લાગવા લાગી. તેથી ત્યાંના દેવદેવીઓ બીકથી થરથરવા લાગ્યા. ઈશાન–ઈદ્રનો ક્રોધ જાણી તેઓ તેમની પાસે આવ્યાં અને ક્ષમા માગી. પુનઃ આવું કામ નહિ કરવાનું કહ્યું. ઈશાનઈદ્ર તેજુલેસ્યા પાછી ખેંચી લીધી. તે વખતથી બલીવંચાના દેવો ઈશાનઈદ્રની આજ્ઞા પાળે છે.
૧૧૭ ત્રિપૃષ્ટ વાસુદેવ. પોતનપુર નગરમાં પ્રજાપતિ નામે રાજા હતા. તેને મૃગાવતી નામની રાણી હતી. તેનાથી ત્રિપૃષ્ટ નામે મહા બલિષ્ઠ પુત્ર થયો. તેઓ અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવને મારી પહેલા વાસુદેવ થયા. ભગવાન ઋષભદેવના પુત્ર ભરત, અને તે ભારતના પુત્ર મરિચિનો જીવ તે આ ત્રિપૃષ્ટ, તથા ભવ મહાવીરને કેટલાક ભવો પહેલાને જીવ તે પણ આ ત્રિપૃષ્ટ. ત્રિપુષ્ટને સંગીતને ઘણો શોખ હતો. તેણે એકવાર પિતાના શયા પાલકને કહ્યું કે હું ઉંઘી જાઉં ત્યારે આ ગવૈયાનું ગાન બંધ કરાવજો. ગવૈયાના મધુર સંગીતના સ્વાદમાં ત્રિપૃષ્ટ ઉંઘી જવા છતાં શય્યા પાલકે ગાન બંધ ન કરાવ્યું, આથી ત્રિપૃષ્ઠ જાગી જતાં તેને પારાવાર ક્રોધ ચડયો અને તે શય્યા પાલકના કાનમાં ઉનું–ધગધગતું સીસું રેડાવ્યું. શિય્યાપાલક ત્રાસ પામી મરણ પામ્યો. આ નિકાચિત કર્મબંધને ઉદય ભ. મહાવીરના ભાવમાં તેને આવ્યા, અને તે શય્યાપાલકના જીવે ભરવાડ રૂપે પ્રભુ મહાવીરના કાનમાં વૃક્ષની ખીલીઓ ઠેકી દારૂણ વેદના ઉપજાવી અને પિતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com