________________
૧૪૪
દેશના આપી. અને પ્રતિખાધ પામ્યા અને દીક્ષા લીધી. ધણા વ સંયમ પાળી, તપ જપ ધ્યાન ધરી, સંથારા કરી નિર્વાણુ પદને પામ્યા. ન્યાય—મિથ્યાત્વથી જેનું મન મુગ્ધ બન્યું છે તેવા પાપમાં પડેલા થવા, ગુણરહિત હાવા છતાં સદ્ગુરૂના પસાયથી ખાઇના પાણીની જેમ ગુણ
વાળા થાય છે.
૧૦૯ જિતશત્રુ.
6
પંચાલ દેશના કાંપિલ્યપુર નગરના તે રાજા હતા. તે પૂર્વંભવમાં અભિચંદ નામે મહાબળના મિત્ર હતા. તેણે મહાબળ સાથે દીક્ષા લઈ સખ્ત તપ સયમનું પાલન કર્યું, પરિણામે તે જયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી જિતશત્રુ નામે રાજા થયા. તેના દરબારમાં એકવાર ચેખા' નામની એક પરિત્રાજિકા આવી. તે પરિવ્રાજિકા મિથિલા નગરીમાં રહેતી અને લેાકાને પેાતાના મતના ઉપદેશ આપતી. એક વાર તેણીએ મિથિલાના અંતઃપુરમાં પ્રવેશ કરીને મહીકુંવરીને પોતાના મતના ખેધ આપ્યા. મલ્લી વરીએ તેને પૂછ્યું કે તમારા ધમ શા છે ? જવાબમાં તેણીએ પોતાના ધમ સંભળાવ્યા. ( જે શુકદેવ પરિવ્રાજકે ચાવચાપુત્રને કહ્યો હતા તે પ્રમાણે) આથી મહીકુવરીએ તેના ધનું પાકળ પણું બતાવી વિનયમૂળ ધર્મ કહ્યો. પરિવ્રાજિકા નિરુત્તર રહી એટલે મલ્લીકુંવરીની દાસીઓએ તેને ધુત્કારીને કાઢી મૂકી. આથી કોપાયમાન થઈ ને તે પરિવ્રાજિકા જિતશત્રુ રાજાના અંતઃપુરમાં આવી અને ત્યાં પોતાના શૌચમૂળ ધર્મ સંભળાવ્યેા. જિતશત્રુ રાજાને પોતાની સ્ત્રીના રૂપસૌંદનું અભિમાન હતું, તેથી તેણે તે પરિવ્રાજિકાને પૂછ્યું કે મારા જેવું અંતઃપુર હમે કાંઈ જોયું? આથી વૈર વાળવાને ઉત્સુક બનેલી તે પરિવ્રાજિકાએ કહ્યું:–રાજન, મિથિલા નરેશ કુંભરાજાની પુત્રી મહીકુંવરીના રૂપ સૌંદય' આગળ હારૂં અંતઃપુર પાણી ભરે છે. એમ કહી તેણીએ મીકુંવરીના અથાગ રૂપનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com