________________
૧૪ર
તેની સ્ત્રી, અને બંને પુત્રે એમ છએ જણાએ સાથે દીક્ષા લીધી, અને છએ જણ ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના કરી મેક્ષમાં ગયા.
૧૦૭ જાલીકુમાર. રાજગૃહિના મહારાજા શ્રેણિકની ધારિણી નામક રાણીના તે પુત્ર હતા. યૌવનાવસ્થા પામતાં રાજાએ તેમને આઠ કન્યાઓ પરણાવી હતી. ભગવાન મહાવીર દેવ પાસેથી તેમણે ધર્મ કથા સાંભળી, માતા પિતા સાથે ચર્ચા કરી, અનુમતિ મેળવી દીક્ષા અંગીકાર કરી હતી. તેઓ મેઘકુમારની માફક ૧૧ અંગ ભણ્યા, ગુણસંવત્સર તપ કર્યો, ૧૬ વર્ષ ચારિત્ર પાળ્યું અને આખરે વિપુલગિરી પર્વત પર અનશન કરી કાળધર્મ પામીને તેઓ વિજય નામના વિમાનમાં ૩૨ સાગરેપમની સ્થિતિએ દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મોક્ષમાં જશે.
૧૦૮ જિતશત્રરાજા અને સુબુદ્ધિ પ્રધાન.
ચંપા નામની નગરી હતી. તેમાં જીતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુબુદ્ધિ નામને પ્રધાન હતા, જે જીવાજીવના સ્વરૂપને જાણવાવાળો, અને બુદ્ધિશાળી હતા. તે ચંપાનગરીના ઈશાન ખૂણામાં એક પાણીથી ભરેલી ખાઈ હતી. જે ચરબી, રૂધીર, માંસ વગેરેથી ભરેલી હતી, અને તેમાંથી ઘણીજ દુર્ગધ નીકળતી હતી. એક વખત રાજાએ અનેક પ્રકારના મિષ્ટભોજન જમ્યા બાદ પ્રધાનને પૂછ્યું. પ્રધાનજી, આજે હું વિવિધ જાતના સ્વાદિષ્ટ ભોજન જ છું. કહે, તે કેવાં આનંદદાયક હતા! સુબુદ્ધિ પ્રધાને ઉત્તર ન આપ્યો. રાજાએ વારંવાર કહ્યું ત્યારે તેણે જવાબ આપ્ય; તેમાં કંઈ હર્ષ પામવા જેવું નથી. પુળને હંમેશાં એવો જ સ્વભાવ હોય છે. તેમાં શું આશ્ચર્ય છે. રાજાએ આ વચને સત્ય માન્યા નહી. એકવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com