________________
૧૪૦
એક મોટું લશ્કર લઈ દ્વારિકા પર ચડી આવ્યો. જરાસંઘ પ્રતિ– વાસુદેવે વાસુદેવ શ્રીકૃષ્ણને મારવા ચક્રરત્ન છેડયું, તે ચક્ર કૃષ્ણના શરીરની પ્રદક્ષિણા કરી કૃષ્ણના હાથમાં બેઠું, તેજ ચક્રરત્ન વડે શ્રીકૃષ્ણ જરાસંધને નાશ કર્યો.
૧૦૫ જસા. ઈષકાર નગરમાં ભૂગ નામના પુરોહિતને જસા નામની સ્ત્રી હતી. તે ઈષકાર રાજાની સાથે નલિની ગુલ્મ વિમાનમાંથી ચ્યવી હતી. તેમને બે પુત્રો હતા. તે પુત્ર વૈરાગ્ય પામી દીક્ષા લેવા માટે તત્પર થયા, ત્યારે ભૃગુ પુરોહિતને પણ દીક્ષા લેવાને પોતાનો મનભાવ થયો, તે તેણે પોતાની પત્ની જયાને જણાવ્યું. જસાએ કહ્યું –સ્વામિન, હમણા થોડો વખત આપણે સંસારના સુખ ભોગવીએ, પછી દીક્ષા લઈશું. ત્યારે પુરોહિતે કહ્યું કે આપણું પુ જ્યારે ચારિત્ર ગ્રહણ કરે છે, ત્યારે આપણે ઝાડના ડુંડાની જેમ સંસારમાં પડી રહીએ તે નકામું છે. માટે હું તે સંયમ લઈશ જ. આ સાંભળી જસાને પણ દીક્ષિત થવાને અભિલાષ થયો. અને તેણે તેઓની સાથે દીક્ષા લીધી. સખ્ત તપ, જપ, ક્રિયાઓ કરીને જસા કૈવલ્યાન પામી મેક્ષમાં ગઈ
૧૦૬ જશે. નલિની ગુલ્મ વિમાનમાંથી ચવીને, ઈષકાર નગરમાં ભૃગુપુરહિતની જસા નામની સ્ત્રીની કુક્ષિએ તે પુત્રપણે અવતર્યો. તેને દેવભદ્ર નામે બીજે એક ભાઈ હતો. બંને ભાઈઓ દેવલોકમાં સાથે હતા. અહિંયા બનેને સ્નેહ ઘણો હતો. ભૂગુ પુરોહિતે પિતાના બંને પુત્રોને વેદાદિ શાસ્ત્રોમાં પારંગત બનાવ્યા અને કહ્યું કેહમે જૈનના સાધુને કદી સંગ ન કરશે; કારણકે તેઓ ઝેળીમાં શસ્ત્રો રાખે છે, ને બાળકોને જોર જુલ્મથી સાધુ કરે છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com