________________
૧૪૬
થશે; માટે જવું નહી. પરંતુ તે બને જણાએ ન માનતાં હઠ કરીને વહાણમાં બેસી પટને નીકળી પડયાં. લવણસમુદ્રમાં મધ્ય દરિયામાં તેઓ પહોંચ્યા ત્યારે નાવ તાકાને ચડયું. વિજળી, ગર્જના થવા લાગી અને પ્રતિકૂળ વાયુને લીધે નાવ ડાલવા લાગ્યું અને ધીમે ધીમે તેમાં પાણી ભરાતાં નાવ પુછ્યું. ઘણા માણસા તેમાં ડૂબી મૂઆ, કાગે આ બંને જણને તરતાં તરતાં એક લાકડાનું પાટીયું હાથ આવી ગયું. તેના આધારથી તે અને રત્નદીપ નામના ખેટ પાસે આવ્યા. ત્યાં થાપું પાણી દેખીને સંતાષ પામ્યા, અને ત્યાં કિનારે ઉતરી જમીનપર આવ્યા, તે પછી તેઓ પોતાના પર આવેલી આફત માટે પરસ્પર વાતા કરવા લાગ્યા. હવે આ દ્વીપના મધ્ય ભાગના એક મહેલમાં રત્નદ્દીપા નામની એક દેવી રહેતી હતી. તે ઘણીજ ખરાબ હતી. તેણે અવિધજ્ઞાનથી આ બે જણાને બેઠેલા જોયાં. તેથી તે હાથમાં તરવાર લઇ શીઘ્ર ગતિથી તેમની પાસે આવી પહોંચી અને ખાલી : જો તમે મારી સાથે કામભાગ ભાગવશે। તે હું તમને જીવતા રાખીશ. તેિ। આ તરવારથી તમારા અનેનાં મસ્તક ઉડાવી દઈશ. તેની વક્રતાના ભયથી આ અને કબુલ થયાં. તેથી તે દેવી તે બંનેને પેાતાના મહેલમાં લઈ ગઈ, અને તેમની સાથે વિપૂલ ભાગ ભાગવવા લાગી.
એક વખત રત્નદ્રીપા દેવીએ આ બંનેને કહ્યું કે તમે કોઇવખત ઉદ્વેગ પામે અને ક્રવા જવાનું મન થાય તે। બધી દિશામાં જો, પણ દક્ષિણ દિશાના વનખંડમાં ન જતા, તે મુજબ તે દરેક દિશામાં જતા પણ દક્ષિણ દિશામાં ન જતા. એકવાર તેને વિચાર થયા કે દેવીએ દક્ષિણ દિશામાં જવાની શા માટે ના કહી હશે ! ત્યાં કંઈક હોવું જોઈ એ. એમ ધારી તે બને દક્ષિણ દિશામાં જવા તત્પર થયા. ત્યાં જતાં પ્રથમ તેમને એક સર્પના મડદાંની પારાવાર દુર્ગંધ આવી તે સહન ન થઈ શકવાથી તે મ્હોં ઢાંકી દક્ષિણ દિશાના વનખંડમાં આવ્યા, ત્યાં એક વધસ્થાન તેમણે જોયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com