________________
૧૪૭
અને શૂળી ઉપર એક માણસને ચઢેલ જોઈને આ બંને ભયભિત થયા. પેલા માણસને કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે આ વધસ્થાન રત્નદીપા નામની દેવીનું છે. હું કાકંડી નગરીનો એક ઘડાનો વેપારી છું. લવણસમુદ્રમાં મુસાફરી કરતાં વહાણ ભાંગવાથી એક પાટીયાને આધારે આ દ્વીપમાં આવ્યું. અહિં મને આ દેવી લઈ ગઈ અને એક અલ્પ અપરાધને ખાતર તે દેવીએ હારી આ દુર્દશા કરી છે ! આ સાંભળી તેઓ બંને વધારે ભયભીત થયા અને દેવીના પંજામાંથી છૂટવાને તેમણે વિચાર કર્યો. છૂટવાનું કારણ પૂછતાં, પેલા શુળી પર ચડેલા પુરુષે કહ્યું કે પૂર્વ દિશાના ખંડમાં શેલગ નામના યક્ષનું મંદિર છે. તેની પૂજા કરશો તો તમે છૂટશે. તે મુજબ તેઓએ કર્યું, પરિણામે શેલગ યક્ષ પ્રસન્ન થયો, અને તેઓને પિતાની પીઠ પર બેસાડી લવણ સમુદ્રમાં થઈ ચંપાનગરી તરફ ચાલ્યો.
હવે પેલી રત્નદીપા દેવી બહાર ફરીને ઘેર આવી. ત્યાં પેલા બે પુત્રોને જોયા નહી. તેથી તે ચારે દિશાના વનખંડમાં જઈ આવી, પણ કયાંઈ તેમને પત્તો લાગ્યો નહી. તેથી અવધિજ્ઞાન મૂકી જોયું તે તેમને શેલગ યક્ષની પીઠ પર બેસીને લવણસમુદ્રમાં જતાં જોયા, તેથી કોપાયમાન થઈ હાથમાં તરવાર લઈ શીધ્રગતિથી દોડતી તે કુમારે પાસે આવી પહોંચી. પ્રથમ તો તેણી તે બનેને મૃત્યુનો ભય દેખાડવા લાગી. પણ યક્ષના વચન મુજબ તેમાંના કેઈએ તેણીના સામું જોયું નહી, પછી બંને જણા પ્રત્યે તે દેવી હાવભાવ કરતી, શેક વિલાપ કરતી કરુણ સ્વરે પિતાની પાસે આવવા વિનવવા લાગી. આથી જનરક્ષનું મન ચલિત થયું. આ વાત યક્ષના જાણવામાં આવવાથી તેણે જનરક્ષને છોડી દીધું. રત્નદીપા જનરક્ષને ગ્રહણ કરીને બેલી – દાસ, હવે તું મૃત્યુના મુખમાં આવ્યો છે. એમ કહી તેને ઉપાડી આકાશમાં ઉછાળ્યો અને પછી તેના શરીરના ટુકડે ટુકડા કરી મારી નાખે.
બીજી બાજુ જીનપાળ ડગ્યો નહી, તેથી યક્ષે તેને ચંપા નગરીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com