________________
૧૪૯ છતાં વ્યવહારે તેણે દાસીને કહ્યું કે–જા, પેલા આંગણે આવેલા ભિખારીને ઘરમાં જે કાંઈ હોય તે આપ. શેઠના દૂકમથી દાસીએ ભગવાનને અડદના બાકળા વહેરાવ્યા. ભગવાને ત્યાંજ તે બાકળાનું ભોજન કર્યું, કે તરત જ તે સ્થળે દેવે પંચ દ્રવ્યની વૃષ્ટિ કરી અને ઉદ્ઘોષણા કરી, કે “અહદાન, મહાદાન' અર્થાત ધન્ય છે, -સુપાત્રને દાન દીધું–મહાદાન દીધું. આ શબ્દો છરણ શેઠના સાંભળવામાં આવતાં તે ચમક્યા. તેમણે જાણ્યું કે ભ૦ મહાવીરે પુરણ શેઠને ત્યાં પારણું કર્યું, મહારી ભાવના ન ફળી! અહો હું કેવો નિભંગી ! એમ ચિંતવી તે શોક કરવા લાગ્યા. કાળાન્તરે જીરણ શેઠ સુપાત્ર દાન આપવાની ભાવનાએ મૃત્યુ પામી દેવલોકમાં ગયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં મોક્ષ જશે.
૧૧૩ જુઠલશ્રાવક.
પ્રભુ નેમનાથના સમયમાં ભદિલપુર નગરમાં એક ધનાઢય ગાથાપતિ હતા. તેમની પાસે ૧૬ કરેડ સેના મહારની રોકડ, તેટલી જ કિંમતની ઘરવખરી, અને તેટલી જ મુડી વ્યાપારમાં રોકાયેલી હતી. તે ઉપરાંત ગાયના ૧૬ ગેકુળ હતા. તેઓ ૩૨ સ્ત્રીઓ સાથે સંસાર સંબંધના વિવિધ સુખ ભોગવતા હતા. પ્રભુ નેમનાથની દેશના સાંભળવાથી તેમને પૂલ વૈરાગ્ય સ્કૂર્યો અને પ્રભુ પાસે શ્રાવકના બારવ્રત ધારણ કર્યા. તેમાં તેમણે માત્ર ચણાની દાળ, ચોખા અને પાણી એ ત્રણ જ વસ્તુઓની ખાવા માટે છૂટ રાખી, બાકીના સઘળાં દ્રવ્યોનો ત્યાગ કર્યો, તેમ જ એક વીંટી સિવાય બીજાં તમામ આભરણે ત્યાગ્યા, બહુમૂલાં વસ્ત્રો ત્યાગ્યા; મૈથુનને સર્વથા ત્યાગ કર્યો, વળી છઠ, અઠમાદિ સખ્ત તપશ્ચર્યા કરીને તેમણે શરીરને શાષવી નાખ્યું, શરીર કૃણ થયેલું જોઈ તેમની સ્ત્રીઓએ શરીર દુર્બળ થયાનું કારણ પૂછ્યું, ત્યારે જુહલ શ્રાવકે પ્રભુ નેમનાથ પાસે પિતે શ્રાવકવ્રત અંગીકાર કર્યાની હકીક્ત કહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com