________________
૧૪૮
તેને ઘેર પહોંચાડે. માતપિતાને તે મળ્યો અને સઘળી વાત નિવેદન કરી. કાળાન્તરે તે ધર્મબોધ પામ્યા અને દીક્ષા લીધી.. યાવત્ તે મેક્ષગતિને પામશે.
ન્યાય—હે આયુષ્યવંત શ્રમણ ! જેવી રીતે જનરક્ષ કામ ભેગમાં મૂર્શિત
બનીને, દુઃખી થયો; તેમ તમે દીક્ષા લઇને મનુષ્યના કામમાં આશકત બનશે, તો આ ભવમાં નિંદા પામશો અને પરભવમાં દુઃખી થશો. જેમ જીનપાળનું એક રૂંવાડું પણ ચલિત ન થયું, તેથી ચ તેને ચંપાનગરીમાં પહોંચાડયો તેમ તમે આશકત નહિ બનો તો પરમસુખાકારી સિદ્ધગતિને પામશો.
૧૧૨ જીરણ શેઠ, પ્રભુ મહાવીરના વખતમાં વિશાળા નામક નગરીમાં છરણ નામના શેઠ હતા, તે જૈન ધર્મના આસ્તિક અને સંત મહાત્માઓના પૂર્ણ ભકત હતા. ભ. મહાવીર છદ્મસ્થાવસ્થામાં વિશાળા નગરીમાં એક વખત ચાતુર્માસ રહ્યા. હેમના દર્શને વારંવાર ઝરણશેઠ જતા અને પ્રભુને વિનતિ કરતા કે પ્રત્યે ! આ સેવકને કઈવાર પારણાને લાભ આપી ઉપકૃત કરશે. પ્રભુ ધ્યાનમાં હેય, તેથી કાંઈ બોલે નહિ. છરણ શેઠ હરહંમેશ ભાવના ભાવ્યા કરે કે પ્રભુ મહાવીર જેવા મહાપુરૂષ પારણને દિવસે ગૌચરી અર્થે મારે ત્યાં પધારે તે મારો મનુષ્ય જન્મ સાર્થક થાય. એમ ચિંતવતા ચિંતવતા કારતક વદિ એકમને દિવસ આવ્યો. તે દિવસે પ્રભુને પારણું કરવાનું હતું. છરણ શેઠે વિચાર્યું કે મહારાં એવાં ભાગ્ય કયાંથી હેય કે પ્રભુ આ દિવસે મારે ત્યાં પધારે અને મને પાવન કરે ! આ જાતની ભાવનામાં છરણ શેઠ તલાલીન છે, તેવામાં જ પ્રભુ મહાવીર ફરતા ફરતા પુરણ નામના શેઠને ત્યાં જઈ ચડ્યા. પુરણ શેઠનું ઘર છરણશેઠના ઘરની સમીપમાં જ હતું, તેમ પુરણ શેઠ સંતભક્ત પણ ન હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com