________________
૧૪૧
જો કાઈ સાધુ ન થાય, તેા તેને મારી નાખે છે. આ પ્રમાણે કહેવાથી અને પુત્રા સાથી હંમેશાં સાવધાન રહેતા. ભૃગુ પુરહિતે પણ નગરમાંથી નીકળી બહાર પરામાં વાસ કર્યાં હતા. એક પ્રસંગે અને ભાઈ એ શહેરમાં આવતા હતા, તેવામાં એક જૈન મુનિ શહેરમાંથી ગાચરી લઈ સ્વસ્થાનકે જતાં તેમને સામા મળ્યા. પેાતાના પિતાએ આપેલી શીખામણથી જશાભદ્ર અને દેવભદ્ર નામના અને બ્રાહ્મણ પુત્રા ભયભીત બની પાછા ક્રી, આડે રસ્તે ચાલ્યા. મુનિને પણ તેજ રસ્તે જવાનું હતું, આથી તેએ બને વધુ ભયભીત બન્યા, અને ઉતાવળે દોડવા લાગ્યા. કેટલેક દૂર ગયા પછી તેએ એક ઝાડ પર ચડી ગયા. મુનિએ પણ અજાણતાં તેજ ઝાડ તળે વિસામે લીધા અને રજોહરણ વડે જમીન પુછને ત્યાં પેાતાની ઝાળી મૂકી. ત્યારબાદ તેએ પાત્ર ખુલ્લાં કરી લાવેલ આહારનું ભાજન કરવા ખેડા. મુનિની શાંત મુદ્રા અને ઝોળીમાં શસ્ત્રને બદલે આહાર જોઈ અને ભાઈ એ વિસ્મય પામ્યા અને પોતાના પિતાનું વચન તેમને ખાટુ' માલમ પડયું. મુનિ આહાર કરી રહ્યા બાદ બંને ભાઈઓએ નીચે ઉતરી મુનિના પગમાં વંદન કર્યું. મુનિએ તેમની હકીકતથી વાકેફ્ થઈ સંસારનું અસારપણું સમજાવ્યું. આથી બંને ભાઈ એને ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થયું. ઘેર આવી માબાપ પાસે ચારિત્ર ગ્રહણ્ કરવાની તેમણે રજા માગી. માબાપે તે માટે આનાકાની કરી અને તેમને પરણાવી આપી સંસારસુખને લહાવા લેવાનું કહ્યું. પરન્તુ વૈરાગ્યવાન અને ભાઈઓને તે રુચ્યું નહિ, એટલું જ નહિ પણ તેમણે સંસારનું અનિત્યપણું માતા પિતાને સમજાવ્યું; અને પોતાને દીક્ષા લેવાના દૃઢ મનેાભાવ વ્યક્ત કરી માતા પિતાને પણ દીક્ષિત થવા ઉપદેશ આપ્યા. આખરે અને ભાઈઓ સાથે તેમના માતા પિતાએ દીક્ષા લીધી. તેમનું ધન ઈચ્છુકાર રાજાએ ગ્રહણ કર્યું; તે ઉપરથી ષ્ઠિકાર રાજાની રાણી કમળાવતીએ (પૂર્વવત્) રાજાને એધ આપી વૈરાગ્ય પ્રેરિત કર્યાં, આખરે રાજારાણી, પુરાહિત તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com