________________
૧૩૮
૧૦૩ જરાકુમાર,
તેઓ કૃષ્ણ વાસુદેવના ઓરમાન ભાઈ હતા. ગજસુકુમારનું સોમિલે આપેલા પરિસહ વડે મૃત્યુ થયાથી, કૃષ્ણ પિતાનું પુણ્ય ઓછું થયું જાણી શ્રી નેમિનાથ પ્રભુને પૂછેલું કે મારું મૃત્યુ કેવી રીતે થશે ? પ્રભુએ કહેલું કે દ્વૈપાયન ઋષિના ક્રોધને ભગ બની દ્વારિકા નગરી બળશે, તેમાં તમે તથા બળભદ્ર બચી જશે. અને તમારું મૃત્યુ તમારા ઓરમાન ભાઈ જરાકુમારના હાથથી થશે. આ વાતની જરાકુમારને ખબર પડતાં, તે પિતાના હાથથી ભાઈનું મૃત્યુ થતું બચાવવા દ્વારિકા નગરી છેડી ગયા અને વનમાં રહેવા લાગ્યા; પણ નિમિત્ત મિથ્યા થતું નથી. એ અનુસાર દ્વારિકા નગરી બળી ત્યારે કૃષ્ણ અને બળભદ્ર દ્વારિકા છોડીને, પાંડને શરણે જવા ચાલી નીકળ્યા. રસ્તામાં શ્રીકૃષ્ણને તૃષા લાગી. બળભદ્ર તેમને માટે પાણુ શોધવા ગયા. દરમ્યાન જરાકુંવર ફરતા ફરતા તે સ્થળે આવ્યા અને કૃષ્ણના પગના પદ્મને લીધે મૃગને ભાસ થવાથી તેમણે બાણ છેડયું. તે બાણુ કૃષ્ણના પગને વીંધી કપાળમાં વાગ્યું; એટલે કૃષ્ણ બૂમ પાડી, આ સાંભળી જરાકુમાર ચમક્યા અને કૃષ્ણને મૂછગત સ્થિતિમાં જોઈ પશ્ચાત્તાપ કરતા વિલાપ કરવા લાગ્યા. તેને શ્રીકૃષ્ણે કહ્યું –ભાઈ બનવા કાળ બને છે, વૃથા શેક કરવાથી કાંઈ વળે તેમ નથી, પણ તું હવે જલ્દી અહિંથી જતો રહે, કારણ કે મારા માટે પાણી લેવા ગયેલા બળભદ્ર અહિં આવી પહોંચશે તો તમને મારી નાખશે. જવાબમાં જરાકુમારે કહ્યું –ભાઈ આવી અવસ્થામાં તમને અહિં મૂકીને મારાથી કેમ જવાય, આખરે શ્રીકૃષ્ણના ખૂબ સમજાવવાથી જરાકુમાર કૃષ્ણના હાથની મુદ્રિકાની નિશાની લઈ પાંડવોને ખબર આપવા માટે પાંડુ મથુરા ભણી ચાલ્યા ગયા; જ્યાં તેમણે પોતાનું શેષ જીવન વિતાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com