________________
૧૩૭
હતું. એકવાર ભગવાન મહાવીર તે કૌશામ્બી નગરીમાં પધાર્યા. જયંતી શ્રાવિકા ઉદાયન રાજા, મૃગાવતી વગેરેની સાથે ભગવાનને વંદન કરવા ગઈ. ભગવાને ધર્મકથા કહી. સર્વ પરિષદ્ દેશના સાંભળી પાછી વળી. ત્યારબાદ જયન્તીએ ભગવાનને વંદણું–નમસ્કાર કરી પૂછ્યું –ભગવાન, જીવ ભારેપણું શાથી પામે? ભગવાને જવાબ આપે –પ્રાણાતિપાતાદિક હિંસા કરવાથી તથા મિથ્યાત્વ, દર્શન અને શિલ્યથી. પુનઃ જયન્તીએ પૂછયું -પ્રભુ, જીવ હલકો શાથી થાય? સંસાર કેવી રીતે વધારે તથા પરિસંસારી કેમ થાય? આ પ્રશ્નોના જવાબ પ્રભુએ આપ્યા. પુનઃ જયન્તીએ પૂછયું: પ્રભુ, જીવને ભવસિદ્ધિપણું સ્વભાવથી હશે કે પરિણામથી? સઘળા ભવ્ય જીવો સિદ્ધ થશે? પ્રભુએ કહ્યું –હા, ત્યારે જયન્તીએ કહ્યું કે શું ત્યારે આ લોક ભવ્ય જીવો વિનાને થશે? ભગવાને કહ્યુંઃ ના. વળી જયન્તીએ પૂછ્યું:-પ્રભુ, જીવ જાગતા ભલા કે ઉંધતા ભલા? પ્રભુએ કહ્યું કે ધર્મી છો જાગતા ભલા અને અધર્મી છો ઉંઘતા ભલા. ફરી તેણે પૂછ્યું કે જીવ બળીયા ભલા કે દુબળા ભલા ? છવ ઉદ્યમી ભલા કે આળસુ ભલા? ભગવંતે જાગતા ઉંઘતા જીવોની માફક જવાબ આપ્યો. આ પ્રમાણે પ્રભુને અનેક પ્રશ્નો પૂછી, તેનું સમાધાન પામી જયંતી સ્વગૃહે ગઈ કેટલાક વખત પછી તેણે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારબાદ સખ્ત તપ જપ ક્રિયાઓ કરીને તેઓ મોક્ષમાં ગયા.
૧૦૨ જયસેને. શ્રી નમિનાથ ભગવાનના તીર્થમાં જય નામે બીજા ચક્રવર્તી થયા. તેઓ રાજગૃહ નગરના વિજય નામક રાજાની વપ્રા નામક રાણીના પુત્ર હતા. પિતાની પછી તેઓ રાજગાદી પર આવ્યા. કેટલાક સમય પછી તેમને ચક્રરત્ન વડે ચક્રવર્તીની ઋદ્ધિ મળી. છ ખંડનું રાજ્ય ભોગવી આખરે તેમણે ચારિત્ર લીધું અને કેવળજ્ઞાન પામી મેક્ષમાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com