________________
૧૨૧
અને તે સાધુની સાથે તેજ કેટડીમાં એક વેશ્યાને પૂરી, કોટડીના દ્વાર બંધ કરાવ્યા. ત્યારપછી શ્રેણિકે મહેલમાં આવીને ચેલણને કહ્યું કે તારા ગુરૂ સ્ત્રીઓ સાથે રાત રહે છે અને વ્યભિચાર સેવે છે. જવાબમાં ચેઘણાએ કહ્યું કે અમારા ધર્મગુરૂ કદી સ્ત્રીઓને સ્પર્શ ન કરે, પરંતુ તમારા જ ધર્મગુરુઓ સંબંધમાં આવું હોય. બંનેએ આ વાતની સવારમાં પ્રત્યક્ષ ખાત્રી કરવાનું નક્કી કર્યું.
રાજાએ શહેરના લોકોને જૈન ધર્મના સાધુઓનું દુષણ નિહાળવા પ્રાતઃકાળે વહેલાસર કોટડી આગળ આવવાનું સૂચન કરાવી દીધું હતું.
આ તરફ સદ્ભાગ્ય મુનિ લબ્ધિવંત હતા. તેથી જૈનધર્મ પરનું કલંક ટાળવા તેમણે પોતાની પાસેને સાધુવેશ લબ્ધિ વડે બાળી મૂકે. આથી પેલી વેશ્યા ભય પામીને દૂર ઉભી રહી. સાધુએ પિતાનું રૂપ પણ ફેરવી નાખ્યું. સવારે લોકોની ઠઠ્ઠ કોટડી પાસે જમા થઈ
રાજા અને રાણી તે સ્થળે આવ્યા. રાણુના દેખતાં રાજાએ સીલ કરાવેલી કોટડી ઉઘડાવી, તે તેનાં ભારે આશ્ચર્ય વચ્ચે રાજાએ જૈન સાધુને જોયા નહિ, પણ અન્ય સાધુને વેશ્યા સાથે બહાર નીકળતાં જોયા. આથી રાજા લજજા પામ્યા. ત્યારથી તેમને જન ધર્મ પ્રત્યે કંઈક પ્રેમાનુરાગ થયો અને ત્યારબાદ શ્રેણિક રાજા, અનાથી મુનિના સત્સંગથી ચૂસ્ત જૈન બન્યો.
પર રાજાને અત્યંત સ્નેહ હોવાથી તેને પટ્ટરાણું પદે સ્થાપી હતી. ચેલણથી શ્રેણિકને, કોણિક, હલ અને વિહલ નામના ત્રણ પુત્રો થયા હતા. કોણિક ઉદર સ્થાનમાં આવતાં, સતી ચિલ્લણુને શ્રેણિકના કાળજાનું માંસ ખાવાને દોહદ ઉત્પન્ન થયેલો, તે વિચક્ષણ અભયકુમારે પૂરો કર્યો હતો. ચેઘણું એક પ્રભાવશાળી
અને સતી શિરોમણું સન્નારી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com