________________
૧૨
આ શું, લાલ લેાહીને બદલે સફેદ દૂધ ! આ કાઈ પ્રભાવશાળી પુરૂષ છે, ચંડકૌશિક મુગ્ધ બની ગયા, અને પ્રભુના શરીરમાંથી નિકળતા પદાર્થ પીવા લાગ્યા. તે તેને દુધ–સાકર જેવા સ્વાદિષ્ટ લાગ્યા. પ્રભુએ કહ્યું:– હે ચંડકૌશિક, ખુઝ, બુઝ. ક્રોધના પ્રતાપે તે હારૂં ચોખ્ખુ ચારિત્ર બાળીને ભસ્મ કર્યું; છતાં તું હજી કેમ ક્રોધ મૂકતા નથી ? આ શબ્દો સાંભળતાં ચડકૌશિક વિચારમાં પડયા. આત્મચિંતન કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પેાતાની ભૂલોને તે પશ્ચાતાપ કરવા લાગ્યા, અને પેાતાના કરેલાં પાપમાંથી છૂટવા માટે ચડકૌશિકે અણુશણુ વ્રત્ત લીધું. પ્રભુ વિહાર કરી ગયા. પછી તે ચંડકૌશિકે સાધુજીવન ગાળવા માંડયું. પાતાનુ મ્હાં દરમાં રાખ્યું અને ઉંધે મસ્તકે રાડામાં મ્હોં અને બહાર શરીર એવી રીતે તપશ્ચર્યાં કરી. ત્રાસ ઓછો થવાથી ભરવાડ વગેરે લોક તે રસ્તે થઈને જવા લાગ્યા અને તે નાગદેવ ઉપર દૂધ, સાકર, પુષ્પ વગેરે નાખવા લાગ્યા. મીઠાશને લીધે ત્યાં ઘણી કીડીઓ એકઠી થઈ ને સર્પને વળગી પડી. લાહી, ચામડી વગેરે ખાઇને તે સપનું શરીર ચારણી જેવું બનાવી દીધું. છતાં તે સ` પેાતાના વિષમય સ્વભાવને તદન જ ભૂલી ગયા, તેણે અપૂર્વ ક્ષમા ધારણ કરી, અને શુભધ્યાનમાં પ્રવર્તતાં કાળ કરીને તે આઠમા દેવલેાકમાં ગયા.
તેણે
૯૫ ચંદનમાળા
ચંપાનગરીના દિધવાહન રાજાને ધારિણી નામની રાણીથી એક પુત્રી થઈ હતી, તેનું નામ વસુમતિ. વસુમતિ કિશાર વય થતાં ભણી, ગણી અને ધાર્મિક તથા નૈતિક કેળવણી લઈને સુશીલ બની. અને સહિયરા સાથે આનંદમાં વખત વીતાવવા લાગી.
એકવાર કૌશાંબી નગરીના રાજા શતાનિકે લશ્કર લઈ ચંપા નગરીને ધેરા ધાલ્યું. દધિવાહન પોતાના લશ્કરથી ખૂબ લડયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com