________________
૧૨૮
મૂળા તે ઈર્ષાનું મૂળ હતી, તેણે ધાર્યું કે હું વૃદ્ધ થઈ છું, તેથી શેઠ આ કન્યાને પરણવા માટે જ લાવ્યા હશે, અને પછી મહારે કોઈ ભાવજ પૂછશે નહિ.
અહિં વસુમતીનું નામ ન મળવાથી તેનું નામ “ચંદનબાળા પાડયું, પણ મૂળા તો તેને ચંદના કહીને જ બોલાવતી. મૂળાની અદેખાઈ તે દિનપ્રતિદિન વધતી જ ચાલી અને તેને બહુ દુઃખ દેવા લાગી.
એકવાર શેઠ થાક્યા પાક્યા બહારથી આવેલા, ચંદનબાળાએ પગ ધોવા માટે ઉતાવળે શેઠને પાણી આપ્યું. ઉતાવળને લીધે ચંદનબાળાને માથાને અંબોડે છુટી ગયો, નીચે પડવાથી તે બગડશે એમ ધારી શેઠે તે અંડે પકડી લીધો. ચંદનબાળાએ તે માથામાં બરાબર બાંધ્યો, આ દશ્ય પેલી મૂળાના જોવામાં આવ્યું. તેને ખાત્રી થઈ કે જરૂર શેઠ ચંદના પર મેહીત થયા છે, તેથી ચંદનાનો ઘાટ ઘડી નાખવો સારે છે, એમ વિચારવા લાગી.
કોઈ કામ સારૂ શેઠ તે દિવસે બહાર ગામ ગયા. મૂળાને લાગ ફાવ્યો, તેણે તરત હજામને બોલાવી ચંદનબાળાના બધા વાળ કઢાવી માથે મુંડે કરાવ્યું, અને પગમાં બેડીઓ પહેરાવી, એક ઓરડામાં પૂરી ખુબ માર માર્યો, અને ઓરડાને તાળું લગાવી મૂળા પિયરમાં પહોંચી ગઈ. ચંદનબાળા કમને પશ્ચાત્તાપ કરતી નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગી, તેણે અઠમ તપ શરૂ કર્યો.
ત્રણ દિવસ પછી શેઠ ઘેર આવ્યા, કેઈમળે જ નહિ. શેઠે તપાસ ઘણી કરી, પણ પત્તો જ ન લાગે, આખરે એક વૃદ્ધ ડોશીમાએ કહ્યું કે ચંદનાને ઓરડામાં પૂરીને મૂળા પીયર જતી રહી છે. આ સાંભળી શેઠને ઘણો ક્રોધ ચડ્યો. તરત જ તેણે એરડાના દ્વાર ખોલ્યા. તે ચંદનબાળા બેઠી છે અને પ્રભુનું સ્મરણ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com