________________
૧૩૦
પચીસ દિવસે આ અભિગૃહ પ્રભુનો પુરે થો. સુપાત્ર દાનના પ્રભાવથી તત્કાળ ચંદનબાળાની બેડીઓ તુટી ગઈ. મસ્તકે સુંદર વાળ આવી ગયા અને દેવતાઓએ ત્યાં ધનની વૃષ્ટિ કરી. વાત ગામમાં પ્રસરી ગઈ, ધનાવહ શેઠ લુહારને બોલાવીને આવ્યો, પણ તે ચકિત થઈ ગયો. તે પિતાની જાતને ધન્ય માનવા લાગ્યો અને સતીની પ્રશંસા કરવા લાગ્યો. ધનની વૃષ્ટિ થયાની વાત સાંભળતાં મૂળા તો હાંફળી ફાંફળી દેડતી આવી, અને ધન લઈ લઈને ખોળામાં મૂકવા લાગી, પણ તે તે દાઝવા લાગી. કારણકે ધન મૂળાના ખોળામાં પડતાં જ અંગારા થઈ જતા. સૌ કઈ મૂળાને ધિક્કારવા લાગ્યા.
ચંદનબાળાએ ત્યાંથી દીક્ષા લેવાનો નિરધાર કર્યો. ધનાવહ શેઠે આ સઘળું ધન ચંદનબાળાના દીક્ષા મહોત્સવમાં ખર્ચવાનું નક્કી કર્યું.
ચંદનબાળા પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થયા, અને આકરાં તપ જપ વડે વિશુદ્ધ સંયમ માર્ગમાં પ્રવર્તતાં તેમને કેવળજ્ઞાન થયું અને નિર્વાણ પામ્યા.
૯૬ ચંદ્રછાયા, એ અંગદેશની રાજ્યધાની ચંપાનગરીના રાજા હતા. પૂર્વભવમાં તે ધરણ નામે મહાબળકુમારના મિત્ર હતા, તેમણે મહાબળ સાથે દીક્ષા લીધી હતી, અને તપના પ્રભાવે જયંત નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા હતા. ત્યાંથી ચ્યવી તે ચંપા નગરીમાં રાજ્યકુમાર તરીકે અવતર્યા. એગ્ય સમયે રાજગાદી પર આવ્યા. તે નગરમાં અહંન્નક નામે શ્રાવક વ્યાપારી હતા. એકવાર તે વહાણે લઇ દેશાવરમાં વેપાર કરવા ગયેલે, ત્યાંથી પુષ્કળ ધન કમાઈને દેશમાં આવતા હતા, તેવામાં રસ્તામાં તેને દેવ પાસેથી દિવ્ય કુંડલો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com