________________
૧૩૩
કરતાં કરતાં ત્યાં પધાર્યા. પરિષદ્ વંદન કરવા ગઈ. જમાલી પણ વાત જાણવાથી અશ્વ પર આરૂઢ થઈને પ્રભુને વાંદવા ગયે. પ્રભુએ દેશના આપી. જમાલી પ્રતિબંધ પામે. ત્યાંથી ઘેર આવી માતા પિતાની રજા મેળવી, પાંચસો માણસો સાથે દીક્ષિત થયા. દીક્ષા લઈને જમાલીપુત્ર પ્રભુ મહાવીરની સાથે તપ સંયમથી આત્માને ભાવતાં વિચરવા લાગ્યા. એકવાર જમાલીએ પ્રભુ મહાવીરને કહ્યું કે મહારે જન પદ દેશમાં વિહાર કરવાની ઈચ્છા છે. પ્રભુ મહાવીર જાણતા હતા કે મેરૂ જેમ નિશ્ચળ પુરૂષો જ જન પદ દેશમાં ટકી શકશે. તેથી તેઓએ તે વાતને આદર આપે નહિ, અને મૌન રહ્યા. જમાલી અણગાર પોતાની સાથે પાંચસે શિષ્યોને લઈ પ્રભુ મહાવીરની પણ અવગણના કરીને જનપદ દેશમાં વિહાર કરવા લાગ્યા. ફરતા ફરતા તે શ્રાવસ્તિ નગરીના કોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા. તે સમયે નિરસ અને તુચ્છ આહાર જમવાથી જમાલીના શરીરમાં રેગ ઉત્પન્ન થયે અને અસહ્ય વેદના થવા લાગી, તેથી પિતાને માટે પથારી કરવાનું તેમણે બીજા મુનિને કહ્યું. પીડા અત્યંત થતી હેવાથી બે ત્રણ વાર તેમણે મુનિને કહ્યું: ભારી પથારી કરે છે કે કરી છે? મુનિએ જવાબ આપ્યો. તમારી પથારી કરી નથી પણ કરીએ છીએ.
જમાલીને પ્રભુ વચનમાં તરત શંકા થઈ કે પ્રભુ મહાવીર પ્રરૂપે છે કે “ચાલવા માંડે તેને ચાલ્યા કહીએ. નિર્જરતો હોય તેને નિજ કહીએ તે ખોટું છે. કેમકે પથારી કરતા થકા કરી નથી. પાથરતા છતાં પાથરી નથી. આ વાત તેમણે બીજા સાધુઓને સમજાવી. તે વાત કેટલાકને રૂચી અને કેટલાકને ન રૂચી. ન રૂચી તેઓ ચાલ્યા ગયા અને રૂચી તેઓ જમાલી પાસે રહયા. જમાલી વિરૂદ્ધ પ્રરૂપણ કરવા લાગ્યા. ત્યાંથી તે પ્રભુ મહાવીર પાસે આવ્યા
અને કહ્યું કે મને કૈવલ્યજ્ઞાન થયું છે, હું અરિહંત, જિન, કેવળી છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com