________________
૧૩૧
મળ્યાં, તે તેણે દેશમાં આવી ચંદ્રછાયા રાજાને ભેટ આપ્યા. રાજાએ શેઠને કાંઈ નવાઇ ઉપજાવે તેવી વસ્તુ પરદેશમાં જોવામાં આવી હતી કે કેમ, તે સંબધી પૂછ્યું. વેપારીએ કહ્યું કે મિથિલા નગરના કુંભરાજાની પુત્રી મલ્લીકુમારી જગતને આશ્ચય ઉપજાવે તેવી રૂપસુંદર કન્યા છે. આ સાંભળી રાજાને તેણીને પરણવાની મનેાભાવના થઈ, તેથી તેણે કુંભરાજાને ત્યાં પેાતાના દૂત મેાકલ્યા. કુંભરાજાએ ના કહેવાથી જિતશત્રુ વગેરે રાજાએ સાથે મળી જઇને ચદ્રછાયાએ મિથિલાપર ચડાઇ કરી. ત્યાં મલ્લીકુવરીએ સાનાની પ્રતિમા વડે તેને ખાધ પમાડયેા, પરિણામે ચંદ્રછાયાએ દીક્ષા લીધી. સખ્ત તપ જપ કરી, અંત સમયે અનશન કરી તે મેાક્ષમાં ગયા.
૯૭ ચંદ્રપ્રભુ.
ચંદ્રાનના નામની નગરીમાં મહાસેન નામે રાજા હતા. તેમને લક્ષ્મણા નામે રાણી હતી, તેમની કુક્ષિમાં વૈજયંત વિમાનમાંથી ચ્યવીને ચૈત્ર વદ પાંચમે શ્રી ચંદ્રપ્રભુ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન જોયાં. પોષ વદિ ૧૨ના રોજ પ્રભુને! જન્મ થયા. ૫૬ દિકુમારિકાઓએ સૂતિકાકમ કર્યું. ૬૪ ઈંદ્રોએ આવી ભાવી તીર્થંકરના જન્માત્સવ ઉજવ્યેા. ગભ વખતે માતાને ચંદ્ર પીવાના દોહદ ઉત્પન્ન થયેલા, તેથી પુત્રનુ નામ “ ચંદ્રપ્રભ ” પાડયું. બાલ્યકાળ વીતાવી યુવાવસ્થા પામતાં ચદ્રજિતે ચેાગ્ય રાજકન્યાએ સાથે લગ્ન કર્યું. તેમનું દેહમાન ૧૫૦ ધનુષ્યનું હતું.
""
અઢી લાખ પૂર્વ સુધી તેઓ કુમારપણે રહ્યા. તે પછી પિતાની ગાદીએ આવ્યા. સાડા છ લાખ પૂર્વી ઉપર ચાવીસ પૂર્વાંગ સુધી તેમણે રાજ્ન્મ કર્યું. પછી પ્રભુએ વાર્ષિક દાન આપી પાષ વિદ ૧૩ને દિવસે એક હજાર રાજા સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. ત્રણ માસ છદ્મસ્થ અવસ્થામાં રહેતાં જ શ્રી ચંદ્રજિતને કાલ્ગુન વિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com