________________
૧૨૯
માથે મુંડે જોઈ તથા તેની આ દશા જોઈ શેઠનું હૈયું દુઃખથી ભરાઈ આવ્યું.
શેઠે ચંદનબાળાને કહ્યું –બહેન, ધીરજ રાખ. હું બધી વ્યવસ્થા કરું છું. તું ત્રણ દિવસથી ભૂખી હઈશ, માટે રસોડામાં કંઈ હેય તો તને આપું. શેઠે તપાસ કરી, પણ ખાવાનું કંઈ મળ્યું નહીં, માત્ર ત્રણ દિવસના બાફેલા બાકળા હતા, તે લઈને તેણે ચંદનબાળાને આપ્યા, અને એક સુપડું આપ્યું, જે વડે બાકળા સાફ કરીને ખાવાનું જણાવ્યું અને તે દરમિયાન પોતે લુહારને બેડીઓ તેડવા માટે બોલાવી લાવવાનું કહીને શેઠ ગયા.
અહિં ચંદનબાળા એક પગ ઉંબરામાં અને એક પગ ઉંબરાની બહાર રાખીને, સુપડા વતી બાકળા સાફ કરી ખાવાનો વિચાર કરે છે. પણ જમતા પહેલાં સાધુ મુનિને તે ભૂલતી ન હતી, તેણે વિચાર્યું કે જે કોઈ સાધુ મુનિરાજ ભિક્ષા અર્થે અહિં આવે તે હું આ બાકળા તેમને વહોરાવી મહારો જન્મ સાર્થક કરૂં.
એવામાં એક અભિગૃહધારી મહાત્મા ત્યાંથી નીકળ્યા, ચંદન બાળા પ્રત્યે જોયું, ચંદનબાળા આનંદ પામી. પરંતુ તે વખતે ચંદનબાળાની આંખમાં આંસુ ન હતાં, તેથી તે મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા. આ જોઈને ચંદનબાળા પશ્ચાત્તાપ કરવા લાગી અને બોલીઃ અહ, ધિક્કાર છે મારા જીવનને, આ રંક સામે કેઈપણ જોતું નથી! એમ કહેતાં તેણે રૂદન કરવા લાગી. તત્કાળ તે મહાત્મા પાછા ફર્યા અને ચંદનબાળા પાસે આવી પહોંચ્યા. ચંદનબાળાએ પિતાના જીવનનું અહોભાગ્ય માનીને તે મહાત્માને આ બાકળા વહેરાવી દીધા.
આ મહાત્મા કોણ? સર્વજ્ઞ શ્રી પ્રભુ મહાવીર, તેમણે ઉપરના સઘળાં બેલને મહાન અભિગૃહ ધાર્યો હતો. પાંચ માસ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com