________________
૧૨૪
આવાસે આવ્યા, એટલે લાગ જોઈ અભયકુમારના સુભાએ તેને આંધ્યા અને ખાટલામાં સૂવાડી ધાળે દિવસે બજાર વચ્ચેથી તેને લઈ જવા લાગ્યા. તે પ્રદ્યોતુ રાજા ’હું પ્રદ્યોત્ , મને બાંધીને લઈ જાય છે, કાઇ છેડાવા' વગેરે મોટા અવાજે બૂમ મારવા લાગ્યા, પરન્તુ લેાકેા ગાંડા પ્રદ્યોને ઓળખતા હતા, તેથી કાઈ એ તેને છેડાથ્યા નહિ. આખરે અભયકુમારે રાજગૃહમાં આવી, રાજા શ્રેણિકને ચંડપ્રદ્યોત્ સુપ્રત કર્યાં. શ્રેણિક તેને મારવા તત્પર થયા, પરન્તુ બુદ્ધિમાન અભયકુમારે સમજાવીને તેને માન સહિત છૂટા કરાવ્યા અને પોતાનું વૈર લીધું. કામીપુરુષોના કેવા બુરા હાલ થાય છે તેનેા આ પાતળા ચિતાર આ કથા આપે છે, માટે કામીજનેએ દુતિ આપનાર કામ વાસનાના ત્યાગ કરવેશ.
૯૪ ચંડકાશિકસ
કોઈ એક નગર હતું. તેમાં એક સાધુ અને એક તેમના શિષ્ય એ બને જણા ચાતુર્માસ રહ્યા હતા. શિષ્ય અવિનિત હતા, અને હર વખત ગુરૂ સાથે કલેશ કરતા. છતાં ગુરૂ સમભાવ રાખતા અને આત્મ ધ્યાન કરતા. ગુરૂ તપસ્વી હતા. એક વાર માસખમણુ ને પારણે ગુરૂ શિષ્ય અને ગૌચરી અર્થે નીકળ્યા. વર્ષાઋતુના સમય હતા. જેથી ધણાં સુક્ષ્મ જીવજંતુની ઉત્પત્તિ થઈ હતી. રસ્તામાં એક મરી ગયેલી દેડકીના ક્લેવરની નીચે ગુરૂના પગ આવ્યો. શિષ્યે આ જોયું. તેથી ગુરૂને કહેવા લાગ્યા. મહારાજ, તમારા પગ તળે બિચારી દેડકી કચરાઈને મરણ પામી. માટે પ્રાયશ્ચિત લ્યા. ગુરૂએ ધારીને જોયું તેા દેડકીનું કલેવર માત્ર હતું. અને પોતે તેની વિરાધના નથી કરી તેથી ચેલાને કહ્યું કે એ તે કલેવર છે અને કે પ્રથમથી જ મૃત્યું પામેલ છે, એટલે તેનું પ્રાયશ્ચિત હોય નહિ. ચેલા તે અવિનિત અને ઠાબાજ હતો. તેણે તા હડજ પકડી કે તમારે પ્રાયશ્ચિત લેવું જોઈએ, સાંજે પણ ગુરૂએ કહ્યું, કે પ્રાયશ્ચિત ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com