________________
૧૧૧.
એક સંભૂતિમુનિ ભિક્ષાર્થે શહેરમાં ફરવા લાગ્યા. તેવામાં નામુચિ નામના પ્રધાને પિતાના મહેલની બારીમાંથી આ મુનિને જતાં જોયાં. તરત જ તેણે મુનિને ઓળખી કાઢયા, અને વિચાર કર્યો અરે ! આ તો પેલા ચંડાળને પુત્ર, તેણે દીક્ષા લીધી લાગે છે, મારી બધી વાત આ જાણે છે, અને કદાપિ તે મારી વાત રાજાને કહેશે તે મારે અહિંથી નાસી જવું પડશે. માટે મારે આ મુનિને ગામમાંથી હાંકી કાઢવા જોઈએ. એમ વિચારી પ્રધાન પોતાના અનુચરો સાથે નીચે આવ્યો અને મુનિ પાસે જઈ તેમને ખૂબ માર મારવા લાગ્યો. મુનિ નિઃશસ્ત્ર હતા, તપસ્વી હતા. હેમનાથી માર સહન થઈ શકે નહિ. એટલે તરત તેમને અંગે અંગમાં ક્રોધની જવાળા વ્યાપી ગઈ પિતાની તેજુલેસ્યાના બળે તે મોઢામાંથી ધૂમાડાના ગોટેગોટા કાઢતાં ઉદ્યાન તરફ જવા લાગ્યા. ધુમાડાથી આખું આકાશ અને શહેર છવાઈ ગયું. ચક્રવર્તીએ અનુચર મારફત જાણ્યું કે કોઈએ જૈનમુનિને સતાવ્યા છે, તેથી આમ બન્યું છે. એટલે ચક્રવર્તી ઉદ્યાનમાં સંભૂતિ મુનિ પાસે આવ્યા. તે વખતે બંને મુનિવરેએ અનશન કરેલું. ચક્રવતીએ સંભૂતિ મુનિને વંદન કરી કહ્યું. મહારાજ, અમારો અપરાધ ક્ષમા કરે અને શાંત થાઓ. તથાપિ સંભૂતિ મુનિ શાંત થયા નહિ, એટલે ચિત્ત મુનિએ સંભૂતિ મુનિને કહ્યું: હે ક્ષમાશ્રમણ, અનંત પુણ્ય બળે પ્રાપ્ત થયેલું ચારિત્ર શા સારૂં બાળીને ભસ્મીભૂત કરે છે. માટે સમજે અને શાંત થાવ. ઉક્ત શબ્દોથી સંભૂતિ મુનિ શાંત પડયા. ફરી ચક્રવર્તીએ તેમને વંદન કર્યું, ચક્રવર્તીની સ્ત્રી સુનંદાએ પણ મસ્તક નમાવીને સંભૂતિ મુનિના ચરણમાં વંદન કર્યું. સંભૂતિમુનિ તે વખતે ધ્યાન દશામાં લીન થયેલા હતા. જે વખતે ચક્રવર્તીની સ્ત્રી સુનંદાએ મુનિને વંદન કર્યું, તે વખતે તેના માથામાં નાખેલ ચંદન બાવનાના તેલનું ટીપું સંભૂતિ મુનિના ચરણ પર પડયું. તેલની ઠંડક અને સુગંધથી સંભૂતિ મુનિનું ચિત્ત વિહૂવલ બન્યું. તેમણે નેત્ર ખેલી ઉંચે જોયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com