________________
૧૧૭
૮૯ ચુલણપીતા. વારાણસી નગરીમાં ચુલ્લણી પીતા નામે ગાથાપતી હતા. તેમને શ્યામા નામે સ્ત્રી હતી. તેઓ રિદ્ધિ સિદ્ધિમાં આણંદ શ્રાવકથી બમણ હતા. એક વાર પ્રભુ મહાવીર પધાર્યા. ચુલ્લણપીતા વંદન કરવા ગયા, અને પ્રભુના ઉપદેશથી વૈરાગ્ય પામી બારવ્રતધારી શ્રાવક થયા. જ્યેષ્ઠ પુત્રને કાર્યભાર સોંપીને પૌષધશાળામાં આવીને તે ધર્મ ધ્યાન કરવા લાગ્યા. અર્ધ રાત્રી વીત્યા બાદ એક દેવ પ્રગટ થયો. તેણે ભયંકર રૂપ બતાવી કામદેવની માફક ચુલ્લણપીતાને વ્રત ભંગ કરવાનું કહ્યું. પરંતુ તે જરા પણ ડગ્યા નહિ, આથી દેવે તેના પેટ પુત્રને તેની સામે લાવીને મારી નાખે, અને તેના ત્રણ ટુકડા કરી, તેના માંસને એક ધગધગતી કડાઈમાં તળીને, તેના લેહીના છાંટા ચુલ્લણી પીતાના શરીરપર છાંટયા. પરિણામે તેને ઘણી વેદના થઈ, છતાં પણ પોતાના વ્રતથી તે જરા પણ ચળ્યા નહિ. પછી તે દેવે, તેના બીજા પુત્રને લાવી જ્યેષ્ઠ પુત્રની માફક કર્યું. છતાં ચુલ્લણપીતા લેશ માત્ર ડગ્યા નહિ. પછી દેવે તેના ત્રીજા પુત્રને લાવી તેની પણ તેવી જ દશા કરી. તેનું લોહી ચલણી પીતાના શરીર પર છાંટયું, તે પણ ચલ્લણપીતા જરા પણ ક્ષોભ પામ્યા નહિ. તેથી તે દેવ વધારે કોપાયમાન થયા, અને ચુલ્લણપીતાને તેની માતાને મારી નાખવાને ભય બતાવ્યો. ચુલણપીતા માતાનું નામ સાંભળીને લેભ પામ્યા અને વિચાર કર્યો કે આ દેવ અનાર્ય છે, અને જેવી રીતે આ ત્રણ પુત્રોને મારી નાખ્યા, તેવી જ રીતે મહારી દેવગુરૂસમાન બહાલી માતાને પણ તે મારી નાખશે; એમ ધારી ચુધણી પીતા તે દેવને પકડવા ઉઠે; તરત જ તે દેવ આકાશભણી ન્યાસી ગયો, અને ચુલ્લણ પીતાના હાથમાં એક સ્તંભ આવ્યો; તેથી તેણે મારા શબ્દો વડે કોલાહલ કર્યો. આ સાંભળી તેમની માતા દોડી આવ્યાં અને
ભયંકર કોલાહલ કરવાનું કારણ પૂછયું, ચુલણપીતાએ બનેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com