________________
૧૧૫
છે. આ સાંભળી રાજાએ ખેડુતને થોડુંક ધન આપી વિદાય કર્યો અને પોતે અશ્વારૂઢ થઈ ઉદ્યાનમાં આવ્યો. ત્યાં ધ્યાનસ્થ બેઠેલા ચિત્ત મુનિને તેણે વંદન કર્યું અને કહ્યું –
અહો બંધુ! આપણે પાંચ ભાથી ભેગા હતા. ૧ લા ભવમાં દાસ. ૨ મૃગ. ૩ હંસ. ૪ ચંડાળ. ૫ દેવ, અને ૬ ઠ્ઠા ભાવમાં આપણે બંને જુદા પડ્યા તેનું શું કારણ?
ચિત—અહો બ્રહ્મદત્ત ! સનંતકુમાર ચક્રવર્તીની સુનંદા સ્ત્રીને દેખી મુનિપણામાં તું મેહ પામે અને તેને મેળવવાનું તેં નિયાણું કર્યું. તેથી આપણે બંને આ ભવે જુદા પડ્યા.
બ્રહ્મદત્ત––હે ભાઈ, ગત જન્મમાં મેં ચારિત્ર પાળ્યું તેનું ફળ મને પ્રત્યક્ષ મળ્યું. પણ તમે ગત જન્મમાં ચારિત્ર પાળી ભિક્ષુક બન્યા અને આ જન્મમાં પણ ભિક્ષુકજ રહ્યા, તે તેનું ફળ તમે કેમ ન પામ્યા ?
ચિત્ત–હે બ્રહ્મદત્ત. કરેલાં કર્મનું ફળ તે અવશ્ય છે જ. તું એમ ન સમજતો કે સુખી છું અને ચિત્ત દુઃખી છે; મહારે પણ ઘણી ઋદ્ધિ હતી. પણ એકવાર સાધુ મહાત્માએ મને સમજાવ્યું કે પ્રભુની વાણી અને જ્ઞાનદર્શનચારિત્રની લીનતામાં અપૂર્વ સુખ છે; તેથીજ મેં જગતની ક્ષણભંગુર =દ્ધિ છેડીને દીક્ષા લીધી છે.
બ્રહ્મદર–મહારાજ, મારે ત્યાં દેવવિમાન જેવાં સુંદર મહેલો છે. અનુપમ લાવણ્યવાળી સ્ત્રીઓનાં વૃંદ છે. અગણિત લક્ષ્મી છે. માટે આપ પણ સાધુ ધર્મ છોડી મારી સાથે રહો. મને સાધુપણું દુઃખમય દેખાય છે.
ચિત્ત—હે રાજન ! સર્વ ગીતગાન વિલાપ સમાન છે. નાટારંભ વિટંબણું માત્ર છે. અલંકાર ભાર રૂપ છે. કામ ભેગે દુઃખ
આપનારા છે. વૃથા તેમાં મેહ ન પામ. તે સઘળાનું પરિણામ કેવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com