________________
૧૧૩
દીર્ધરાજાને કાળ વ્યાપ્યો. તેણે સઘળી વાત ચુધણીને કરી. ચુઘણુએ દીર્ઘરાજાને કહ્યું: સ્વામીનાથ, હમે ફકર શીદને કરો છો ? બ્રહ્મદત્તને થોડાક વખતમાં જ પ્રાણ લઈ લઈશ અને આપણે સુખ ચેનથી હંમેશની માફક રહીશું. ચુઘણી રાણું બ્રહ્મદત્તને જાન લેવાની યુક્તિ શોધવા લાગી. તેણે નગર બહાર એક સુંદર લાખાગૃહ તૈયાર કરાવ્યું અને ત્યાં બ્રહ્મદત્તને રહેવા કહ્યું. બ્રહ્મદત્ત ત્યાં રહેવા ગયો. આ વાત દીર્ઘરાજાના પ્રધાન મારફત બ્રહ્મદ જાણ, એટલે તેમણે રાતોરાત તે લાખાગૃહમાંથી છેક શહેર બહાર ભાગોળ સુધીની એક સુરંગ ખેદાવી. રાત્રે બ્રહ્મદત્ત અને પ્રધાનપુત્ર બને તેમાં સૂઈ રહ્યા.
મધ્યરાત્રિને સમય થયો. રાણી ચુઘણું તે લાખાગૃહ પાસે આવી પહોંચી. એક દિવાસળી તે મહેલને ચાંપી; ચાંપતાં જ ભડભડ ભડકા થવા લાગ્યા અને ક્ષણવારમાં આ મહેલ સળગી ઉઠે. પ્રધાન પુત્ર અને બ્રહ્મદત્ત ભયભીત થઈ ગયા. પ્રધાન પુત્રે સુરંગનું દ્વારા બ્રહ્મદત્તને બતાવ્યું, બ્રહ્મદત્તે પગની એક ઠેકર મારી વજનદાર દ્વાર ખોલી નાંખ્યું, બંને તેમાં દાખલ થયા અને સુરંગ વાટે શહેર બહાર નીકળી પરદેશને પંથે પડ્યા. પિતાની અજબ શક્તિના બળે તેણે દેશપરદેશના અનેક રાજ્યો જીત્યા, અનેક સ્ત્રીઓને પરણ્ય અને સૈન્ય લઈને તે દીર્ઘરાજા પર ચડી આવ્યો. તેને મારીને તે રાજ્યાસને બેઠા. પિતાના અપૂર્વ બળથી અને ચક્રરત્નના પ્રભાવથી બ્રહ્મદત્તે એક પછી એક અનેક દેશ છત્યા અને છખંડ સાધી તે ચક્રવતી તરીકે દિગ્વિજયી થયો.
એકવાર બ્રહ્મદત્ત રાજસભામાં બેઠો છે, તેવામાં નાટકીયા લોકો ત્યાં નાટક કરવા આવ્યા. નાટકના વિધવિધ પાઠનું આબેહુબ ચિત્ર દેખી પૂર્વભવમાં દેવલોકમાં નાટક દેખ્યાનું તેને સ્મરણ થયું, અને તરત જ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વડે બ્રહ્મદતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com