________________
૧૧૮
સર્વ હકીકત કહી, તે સાંભળી તેમની માતાએ કહ્યું. હે પુત્ર, કેઈએ હારા પુત્રોને ઘેરથી લઈ જઈને માર્યા નથી. પણ
ઈ પુરૂષે તને ઉપસર્ગ આપ્યો છે અથવા કોઈ માયાવી દેવે તારી પરીક્ષા કરવા આમ કર્યું લાગે છે. માટે હે પુત્ર, હાર વૃતને આ રીતે ભંગ થયો છે; માટે પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થાઓ. ચુલણપીતાએ માતાનું વચન માનીને પ્રાયશ્ચિત લીધું. પછી તેમણે ૧૧ પ્રતિમા ધારણ કરી, કાળાન્ત સંથારો કરી, ચુલ્લણપીતા શ્રાવક કાળધર્મ પામીને સૌધર્મ દેવલમાં ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી, સર્વ દુઃખનો અંત કરી મેક્ષ ગતિને પામશે.
૯૦ ચલણ શતક - આલંબિકાનગરી, ચુલ્લણશતક ગાથાપતી, બકુલા નામે તેમની સ્ત્રી. રિદ્ધિસિદ્ધિ કામદેવ શ્રાવક જેટલીજ. પ્રભુ મહાવીર પધાર્યા. ચલણશતક વંદન કરવા ગયા. પ્રભુના ઉપદેશથી બુઝયા અને બાર વ્રતધારી શ્રાવક થયા. મેટા પુત્રને ઘરને કારભાર સોંપી ધર્મધ્યાન કરવા લાગ્યા. મધ્ય રાત્રે તેમને ધર્મથી ચળાવવા ભયંકર રૂપ ધારણ કરીને એક દેવ આવ્યા, અને ચુલણપીતાની માફક તેના પુત્રને તેની સમીપ લાવી મારી નાંખ્યા, અને તેનું માંસ તળીને કકડા તથા લોહી તેના શરીર પર છાંટયું. છતાં ચલણશતક જરા પણ ડગ્યા નહિ. આખરે દેવે તેનું તમામ ધન હરણ કરીને આલંભિકા નગરી ની ચોતરફ ફેંકી દેવાને ભય બતાવ્યું, તેથી ચુદ્ધશતક ક્ષોભ પામ્યા અને દેવને પકડવા દોડયા. દેવ નાસી ગયો. કોલાહલ સાંભળી તેમની સ્ત્રી બહુલા દોડી આવી અને કોલાહલનું કારણ પૂછ્યું. ચુલ્લણીતકે વાત જણાવી. તેની સ્ત્રીએ દેવતાનો ઉપસર્ગ છે, એમ કહેવાથી યુદ્ધશતકે પ્રાયશ્ચિત્ત કર્યું. યુદ્ધશતકે ત્યારબાદ ૧૧ પ્રતિમા ધારણ કરી. અંતિમ સમયે સંથારો કર્યો અને એક માસને સંથારો ભોગવી કાળ કરીને તે પહેલા દેવલોકમાં ગયા, અને ત્યાંથી,
વી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં મેક્ષ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com