________________
૧૦૨
૮૨. ગભાળી મુનિ
ગભાળી નામના એક મહા સમ આચાય હતા. એકવાર તે પાંચાલ દેશના કપિલપુર નગરના કેસરી નામના ઉદ્યાનમાં ધ્યાન ધરીને બેઠા છે, તેવામાં તેજ વનપ્રદેશમાં સંયતિ નામના રાજા શિકાર અર્થે આવી ચડયો. રાજાએ એક મૃગને બાણ મારી વીંધી નાખ્યું, પાસે જ મુનિ ધ્યાનસ્થ બેટા હતા. તરફડીયા ખાતું તે મૃગ મુનિના ખેાળામાં જઈ પડ્યું. સતિ રાજાની દૃષ્ટિ મુનિ પર પડતાં તે ગભરાયા અને સ્વગત વિચારવા લાગ્યાઃ–અહા ! હું કેવા પાપી કે આ મહાત્માના મૃગને મેં માર્યું ! આ મૃગ મુનિનું જ હોવું જોઇએ અને જો મુનિ મારા પર કોપાયમાન થશે તે મારી દુર્દશા કરશે, માટે મારે મુનિની ક્ષમા માગવી જોઇએ. એવા વિચાર કરી ભયથી કંપતા સંયતિ રાજા મુનિ પાસે આવ્યા અને વિવેકપૂર્વક એ હાથ જોડી કહેવા લાગ્યાઃ–મહાત્મન ! મારા અપરાધ ક્ષમા કરા, મ્હને ન્હાતી ખબર કે આ મૃગ આપનું હશે. સમયના જાણુ અને જેણે પાતાના કષાયેા ઉપશમાવ્યા છે એવા તે ગર્દભાળી મુનિએ ધ્યાન પારીને કહ્યું:–રાજન, ગભરાએ નિહ. હમને અભય છે, અને હમે પણ મ્હારી જેમ અભયદાનના દાતાર થા. દરેક પ્રાણીને સુખ વહાલું છે અને દુ:ખ અળખામણું છે. જેમ હમને હમારા પ્રાણ વહાલા છે, તેવા જ દરેક જીવને પોતાના પ્રાણ વહાલા છે, માટે પોતાના આત્મા સમાન દરેક જીવને ગણવા; કોઈ જીવને મનથી વચનથી કે શરીરથી હાનિ પહોંચાડવી એ મહા અનુ કારણ છે.
આ રીતે અહિંસા ધર્મનુ સ્થૂલ અને સૂક્ષ્મ એવું તે અદ્ભુત સ્વરૂપ મુનિએ સમજાવ્યું કે સંયતિ રાજા વૈરાગ્ય પામ્યા અને મુનિ પાસે ચારિત્ર લઈ ચાલી નીકળ્યાઃ મુનિ પણ ચારિત્ર ધર્મોનું ઉત્કૃષ્ટ પાલન કરી મેાક્ષમાં ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com