________________
૧૦૩
૮૩ ગાશાળા ( ગૈાશાલક )
રાજગૃહી નગરીની સમીપમાં શ્રવણ નામનું એક ગામ હતું. ત્યાં મ'ખલી નામે ચિત્રકાર હતા. સાધારણ ચિત્રકામ કરે, દેશ પરદેશ કરે અને જેમ તેમ કરી પેાતાની આવકા ચલાવે. એકવાર મખલી તથા તેની સ્ત્રી સુભદ્રા પર્યટન કરવા નીકળ્યાં. સુભદ્રા ગર્ભવતી હતી, ગ કાળ સમીપ આવી રહેલા જોઈ એક ગામમાં ગામઠ્ઠલ નામના ધનાઢચ બ્રાહ્મણને ત્યાં ઉતારા કર્યાં. બ્રાહ્મણે તેને પોતાની ગાશાળાના એક વિભાગમાં ઉતારે। આપ્યા. સુભદ્રાએ અહીંયાં એક પુત્રને જન્મ આપ્યા. તેનુ નામ ગેાશાળા. બાલ્યાવસ્થા વીતાવી ગોશાળા જ્યારે યુવાવસ્થાને પામ્યા ત્યારે તે હાથમાં એક ચિતરેલું પાટીયું લઈને ભિક્ષા અર્થે દેશ પરદેશ ફરવા લાગ્યા.
એકદા પ્રભુ મહાવીર દીક્ષા લઇને પહેલું ચાતુર્માસ અસ્તિ ગ્રામમાં કરીને, ખીજું ચાતુર્માસ રાજગૃહી નગરમાં એક વણકરની શાળામાં રહ્યા હતા, તે વખતે આ ગોશાળા કરતા કરતા ત્યાં આવ્યા અને પેાતાના સામાન–વસ્ત્ર વગેરે તેજ શાળાના એક વિભાગમાં મુકી ત્યાં નિવાસ કર્યાં. પ્રભુએ માસખમણુનુ પહેલું પારણું વિજય શેઠને ત્યાં વહારીને કર્યું. સુપાત્ર દાન દેવાથો રત્ન, ધન, પુષ્પ વગેરે પાંચ દ્રવ્યની વિજયશેઠને ત્યાં દિવ્ય દૃષ્ટિથઈ. ગામમાં ખબર પડવાથી સૌ કાઈ વિજય શેઠને ધન્યવાદ દેવા લાગ્યા.
ગાશાળે પણ આ વાત જાણી. તેણે વિચાર્યું કે જો હું પ્રભુના શિષ્ય થાઉં, તે। મને બહુજ લાભ થાય. તેથી તે મહાવીર પાસે આવ્યા અને કહ્યું:− હે પ્રભુ, હું તમારા શિષ્ય થવા માગું છું, પ્રભુએ આદર ન આપ્યો. કેટલાક વખત બાદ ક્રીથી તેણે પ્રભુને એજ વાત કરી. પ્રભુએ હા કહી. એટલે ગોશાળા તેમના શિષ્ય બન્યા. ગાશાળા સાધુ છતાં દરેક વાતમાં અવળેા જ હતા. પ્રભુની પ્રશંસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com