________________
૧૦૬
મૃત્યુ પામીશ. આ સાંભળી ગોશાળ ચમક અને નગ્ન થઈ ગયો. સાતમી રાત્રીએ તેણે વિચાર કર્યો કે હું મહા પાપી છું. સાધુપુરૂષોને ધાત કરનાર છું! પ્રભુ જેવા વિતરાગી પુરૂષોને સત્સંગ પામ્યા છતાં, તેમનાથી કેટલોક કાળ જુદો રહ્યો! હું તીર્થકર છું એવી બેટી પ્રરૂપણ કરીને હું ભગવાનની આજ્ઞાને વિરાધક થયો છું. માટે હવે હું સર્વ સાધુ નિર્મથને ખમાવું છું. એવી શુભ ભાવના મરણતે ભાવી, આલોચના કરી, પિત્તજ્વરથી પીડાતે તે ગોશાળા મરીને બારમા દેવલોકમાં ગયો.
૮૪ ગાભદ્ર શેઠ રાજગૃહ નગરમાં ગભદ્ર નામના એક શેઠ હતા. તેમને ભદ્રા નામની પત્ની હતી. બંને ધર્મનિષ્ઠ અને જૈનધર્મમાં શ્રદ્ધાળુ હતા. તેમને બે સંતાનો હતા. એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ શાળીભદ્ર અને પુત્રીનું નામ સુભદ્રા. સુભદ્રાને પ્રતિષ્ઠાનપુરના ધન સાર શેઠના પુત્ર ધનાકુમાર વેરે પરણાવી હતી, જ્યારે શાળીભદ્રનું ૩૨ સ્ત્રીઓ સાથે પાણગ્રહણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોભદ્ર શેઠે ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્રની શુદ્ધ આરાધનાને અંતે તેઓ દેવગતિ પામ્યા. ત્યાં ઉત્પન્ન થયા પછી શાલિભદ્રના પુણ્ય પ્રભાવે ગભદ્ર (દેવ) ને પુત્ર પર અતિશય સ્નેહ હતો, તેથી તેઓ પુત્ર માટે દરરોજ વસ્ત્ર, ઘરેણાં અને પકવાનાદિથી ભરપુર ૯૯ પેટીઓ મોકલતા, જેના ઉપભોગમાં શાળીભદ્ર સુખ પામતે અને દેવને સંતોષ થતો. આ રીતે ઘણા વખત સુધી તે દેવે પુત્રપ્રેમને લીધે કર્યું. અને જ્યારે શાળીભદ્ર દીક્ષા લીધી ત્યારે જ તે દેવે, પેટીઓ મોકલવાનું બંધ કર્યું. અનુક્રમે ગંભદ્ર મહાવિદેહ ક્ષેત્રમાં અવતરી મોક્ષમાં જશે.
૮૫ ગાતમ (૨) તેઓ અંધક વિષણુના પુત્ર હતા. માતાનું નામ ધારિણી. શ્રી ગૌતમ યુવાવસ્થા પામતાં આઠ સ્ત્રીઓ પરણ્યા. ભગવાન નેમનાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com