________________
૧૦૦
તરફ નજર કરી, પણ સર્વત્ર શૂન્યકાર. મોડી રાત્રીએ સ્મશાનમાં કોણ હોય? તે આનંદ પામે. તરતજ આસપાસથી લાકડા વીણ લાવી અગ્નિ સળગાવ્યા. નજીકના એક તળાવ પાસે જઈ પલળેલી ભાટી લાવ્યું અને તે માટીથી ગજસુકુમારનાં માથા પર ગોળ ફરતી પાળ બાંધી. ત્યારપછી તેણે સળગેલાં લાકડામાંથી ધગધગતા અંગારા લાવી તે પાળની વચ્ચે મૂક્યાં. આ ભયંકર કામ કરી સોમિલ ત્યાંથી ભયભિત બની નાસી ગયો, અને ઘેર પહોંચી ગયો.
જેમ જેમ અંગારા બળતા જાય છે, તેમ તેમ વધુને વધુ વેદના ગજસુકુમારને થતી જાય છે. માથામાં મોટા મેટા ખાડાઓ પડતા જાય છે, તેમ તેમ ઉગ્ર વેદના મુનિને થતી જાય છે. પણ મુનિને ક્યાં હાલવું ચાલવું છે? તે તો અદ્ભુત ક્ષમાની મૂર્તિ! માથાની ખોપરી તુટતી જાય છે, અને તડતડ અવાજ સંભળાય છે, તેમ તેમ ગજસુકુમાર પિતાના સોમિલ સસરાને ધન્યવાદ આપતા જાય છે, અને શુકલ ધ્યાનની અપૂર્વ ભાવના ભાવતા જાય છે; આમ અપૂર્વ ક્ષમાની અદ્દભુત જ્યોતિથી ગજસુકુમારના કર્મ બળીને ખાક થઈ ગયા અને અપૂર્વ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત થયું. દેવોએ તે જાણુને ત્યાં પુષ્પની વૃષ્ટિ કરી, દિવ્યગાનનો નાદ કર્યો.
પ્રાતઃકાળ થયું. સૂર્યનારાયણે તે પિતાના અવિચળ નિયમ મુજબ સોનેરી કિરણો જગતપર પ્રસારી દીધાં. શ્રીકૃષ્ણ મહારાજા ચતુરંગી સેના સાથે પ્રભુને વંદન કરવા નીકળ્યા. રસ્તામાં એક વૃદ્ધ માણસને જોયો. જે એક ચણાતાં મકાનમાં એક પછી એક ઈંટ લઈ જતો અને થાકથી નિરાશાના ઉદ્દગારો કાઢતો. આ વૃદ્ધ ડોસાને જોઈ શ્રીકૃષ્ણને દયા આવી. તેથી હાથીના હોદ્દા ઉપસ્થી ઉતરી શ્રીકૃષ્ણ એક ઈટ ઉપાડીને મકાનમાં મૂકી. તરત જ આખી સેનાએ એકેક ઈટ ઉપાડી મકાનમાં મૂકી, અને ડોસાનું કામ પૂરું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com