________________
રાત્રે ન વધે એટલો દિવસે વધે. દેવકીજીએ બાળસ્નેહના મીઠાં કોડ પૂરા કર્યા. બાલ્યાવસ્થા વીતાવી કુમારે યૌવનાવસ્થામાં પ્રવેશ કર્યો.
દ્વારિકા નગરીમાં સોમિલ નામે બ્રાહ્મણ હતો, તેને સમા નામે એક પુત્રી હતી. તે રૂપરૂપને ભંડાર હતી. શ્રીકૃષ્ણ એકદા તેને જોઈ ગજસુકુમાર સાથે લગ્ન કરવા ઈછયું. સામાને લઈ રાજમહેલમાં સ્થાપી અને લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. તેવામાં અરિષ્ઠનેમિ ભગવાન પધાર્યા. શ્રીકૃષ્ણ તથા ગજસુકુમાર વંદન કરવા ગયા. પ્રભુએ ધર્મબોધ આપ્યો. ગજસુકુમાર વૈરાગ્ય પામ્યા. ઘેર આવી દીક્ષાનો રજા માગી. માતા તથા શ્રીકૃષ્ણ દીક્ષા નહિ લેવા ઘણું સમજાવ્યા. પણ જેનું હૃદય વૈરાગ્યરસથી તરબોળ બની ગયું હોય તેને શું ? દેવકીજીએ સભા સાથે લગ્ન કરવાનું કહ્યું, પણ જેના હૃદયમાં વિકારમાત્રને સ્થાન ન હોય તેને શું ? આખરે રજા મળી. ગજસુકુમારે માતા, પિતા, ભાઈ, સગાં, સ્ત્રી, રાજવૈભવ, એ તમામને ત્યાગ કરી પ્રભુ પાસે દીક્ષા લીધી. પિતાના કર્મને જલ્દીથી બાળી, ભસ્મ કરી, જન્મ, જરા, મૃત્યુના ભયંકર દુખેથી જેમને બચવું છે તે શું શું નથી કરતા? ગજસુકુમાર પ્રભુની આજ્ઞા લઈ તેજ રાત્રીએ સ્મશાનમાં ગયા, અને બારમી ભિક્ષુક પ્રતિમા ધારણ કરીને કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર થઈને રહ્યા અને ઉત્તમ ભાવના ભાવવા લાગ્યા.
ગજસુકુમારની દીક્ષાની વાત પેલા સોમિલ બ્રાહ્મણે જાણી, તેથી તેને ઘણોજ ક્રોધ ચડ્યો. પોતાની પુત્રીને રખડતી મૂકી તે માટે તેને ઘણું જ લાગી આવ્યું અને વૈર–ભાવના તેનામાં જાગૃત થઈ સોમિલ બ્રાહ્મણ લગ્નની તૈયારી કરવા માટે દીક્ષા સમય પહેલાં બહાર ગયેલ, અને છેક મોડી રાત્રે તે સ્મશાન આગળ થઈને ઘેર જતો હતો; તેવામાં ત્યાં ગજસુકુમારને ધ્યાનસ્થ જોયા. જોતાંજ તે ક્રોધિત બને; અને કેઈ પણ રીતે તેણે વેર લેવાનું ઈછયું, સોમિલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com