________________
૭૩ કૈકેયી. અધ્યા નગરીના રાજા દશરથની તે રાણી હતી. કૈકેયીને પરણીને આવતાં રસ્તામાં બીજા રાજાઓ સાથે દશરથને યુદ્ધ થયું, તે વખતે દશરથ રાજાના રથના પૈડાની ખીલી નીકળી ગઈ. આ વખતે સમયસૂચકતા વાપરીને રાણી કૈકેયીએ ખીલીની જગ્યાએ પિતાની આંગળી ભરાવીને રથને ચાલુ રાખ્યો. યુદ્ધ પુરૂં થતાં કેકેયીની આંગળીને છુંદાઈને કુરો થઈ ગયો હતો. આ જોઈ દશરથ રાજા કયી પર પ્રસન્ન થયા અને તેણે તેણીને વરદાન માગવાનું કહ્યું. કૈકેયીએ તે વરદાન પ્રસંગે માગી લેવાનું દશરથ રાજા પાસેથી વચન લીધું. કૈકેયીને ભરત નામે પુત્ર થયો. શ્રી રામચંદ્રજીના રાજ્યારોહણ વખતે કેકેયીએ પોતાનું વચન માગ્યું કે શ્રી રામને વનવાસ આપો અને પિતાના પુત્ર ભરતને રાજ્ય આપો. આથી દશરથ રાજાને ઘણે પશ્ચાત્તાપ થયો; પરંતુ આપેલા વચન પ્રમાણે તેને અનુસરવું પડ્યું. કેયી લોકોના ધિક્કારને પાત્ર બની અને અપમાનિત દશામાં તેને પિતાનું જીવન વિતાવવું પડયું.
૭૪ કૈલાસ ગાથાપતિ. સાંકેતપુર નામક નગરમાં કૈલાસ નામને ગાથાપતિ રહે. તેણે ભગવાન મહાવીર દેવ પાસે ચારિત્ર લીધું હતું. બાર વર્ષ સુધી ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળી તેઓ મેક્ષમાં ગયા.
૭૫ કણિક - રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્યાસન પર બિરાજતા હતા. શ્રેણિક મહારાજાને નંદા નામની રાણથી અભયકુમાર નામે પુત્ર થયા હતા. તે મહા વિચિક્ષણ અને બુદ્ધિશાળી, હતા. તેથી રાજ્યકાર્યભારમાં શ્રેણિક રાજાએ તેને સલાહકાર મુખ્ય મંત્રી બનાવ્યું હતું. વૈશાલક નગરીના રાજા અને પ્રભુ મહાવીરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com