________________
પિતાને ખેાલાવ્યા, ત્યારે કાઈ બીજા એક નૈમિત્તિકને કંસે કહ્યું કે આ જગતમાં મને મારનાર હવે કાઈ છે ? ત્યારે તે નૈમિત્તિકે મુનિનું કહેલું વચન મિથ્યા ન જાય. માટે તું તારા અશ્વ અને બળદ છૂટા મુક તેને, તેમજ તારા મલ્લને જે કાઈ મારશે તે તારા વૈરી સમજવા. આથી કંસે અશ્વ અને બળદ છૂટા મુકયા, તેને શ્રી કૃષ્ણ અને બળભદ્રે માર્યાં. પરંતુ કંસના જાણવામાં આ આવ્યું નહિ. તેથી તેણે પાતાની બેન સત્યભામાના સ્વયંવરની રચના કરી. તેમાં ઘણા રાનએ આવ્યા. વસુદેવે પણ પ્રસંગ જાણી પોતાના ભાઈ સમુદ્રવિજય વગેરેને ખાલાવ્યા. શ્રી કૃષ્ણ અને બળદેવ પણ ત્યાં ગયા. તેમણે નગરમાં પ્રવેશતાંજ દરવાજા પર ઉન્મત્ત હાથીને માર્યાં, આથી કસ વધારે સાવધાન થયા. કૃષ્ણે બળભદ્ર સ્વયંવર મંડપમાં આવ્યા, ત્યાં મલ્લુ સાથે યુદ્ધ કરી માને માર્યાં. આખરે કૃષ્ણે કંસ ઉપર હુમલા કરી તેને પછાડયા અને તેના પર ચડી ત્યાં જ તેને મારી નાખ્યા. ત્યાર પછી મથુરાનું રાજ્ય રાજા ઉગ્રસેન જે કેદમાં હતા તેમને આપ્યું અને શ્રી કૃષ્ણ સત્યભામાને પરણ્યા. આખરે દુષ્ટ ક` સેવનાર કસ મૃત્યુ પામી નરકમાં ગયા.
૭૮ ખધક મુનિ.
શ્રાવસ્તિ નગરી. જીતશત્રુ રાજા, તેમને ધારિણી નામે સ્ત્રી. તેમને એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ ખધકકુમાર અને પુત્રીનુ નામ પુરંદરયશા, અને ઉમ્મર લાયક થયાં. ખધકકુમાર ખૂબ ભણ્યા. તેમનામાં ધર્મના સંસ્કારા પણ ઘણા સારા. જૈન ધમમાં તેમને સપૂર્ણ શ્રદ્ધા હતી. પુરંદરયશાએ પણ જ્ઞાન સારૂં મેળવ્યું. પુત્રીની પુખ્ત ઉમ્મર થવાથી દંડક દેશમાં કુંભકાર નામની નગરીમાં દડક રાજા સાથે તેનું લગ્ન કર્યું. તે દંડક રાજાને પાલક નામના એક પ્રધાન હતા. તે અભવી અને જૈન ધર્મના દ્વેષી હતા. એકવાર તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com