________________
થયા, અને પ્રભુની આજ્ઞા પ્રમાણે સમાધિપૂર્વક વિચરવા લાગ્યા. સુકોમળ, વિનિત, નિરભિમાની, સમતાવાન, ચારિત્રવાન એવા અનેક ગુણોથી અલંકૃત તે મુનિ તપ અને ચારિત્રને દીપાવતા ક્ષેપક શ્રેણિમાં પ્રવેશી કૈવલ્યજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા.
૮૧ ગજસુકુમાર,
સાક્ષાત દેવલોક સમી દ્વારિકા નામની નગરી હતી. એકદા શ્રી અરિષ્ટનેમિ ભગવાન ગ્રામાનુગ્રામ વિહાર કરતા ત્યાં પધાર્યા. તેમની સાથેના સાધુ સમુદાયમાં છ સાધુઓ બીજા પણ હતા. જેઓ એક ઉદરથી જન્મેલાં સગા ભાઈઓ હતા. તે છએ રૂપ, રંગ, ઉંમરમાં એકજ સરીખા સુશોભિત અને સુકોમળ હતા. તેઓ દીક્ષા લઈને તરતજ છઠછઠની તપશ્ચર્યા કરી વિચરતા હતા. એકવાર છઠના પારણાને દિવસે પ્રભુની આજ્ઞા લઈ તેઓ છ જણ બબ્બે જણની જુદી જુદી ત્રણ ટુકડીઓ કરી દ્વારિકા નગરીમાં ભિક્ષાર્થે નીકળ્યા. તેમાં પ્રથમ બે સાધુઓની જોડીએ વસુદેવ રાજાની દેવકી રાષ્ટ્રના મહેલમાં ગૌચરી અર્થે પ્રવેશ કર્યો. દેવકીજી આ બે મુનિવરેને જોઈ આનંદ પામી અને નમસ્કાર કરીને તેમને ભજનગૃહમાંથી લાડુ લાવીને વહેરાવ્યા. આ મુનિઓ ગયા બાદ બીજી જેડી ફરતી ફરતી દેવકીજીને ત્યાં આવી પહોંચી. દેવકીજીએ માન્યું કે આ જોડી ફરીવાર અહીંઆ કેમ આવી ? છતાં કંઈપણ પૂછયા વગર તેમને પણ લાડુ વહેરાવ્યા. બીજી એડી પણ ત્યાંથી ચાલી ગઈ. ત્યારબાદ ત્રીજા બે સાધુની જોડી પણ ભિક્ષાર્થે ફરતી ફરતી દેવકીજીને ત્યાં જ આવી. દેવકીજીએ વંદન કર્યું અને આહારપાણે વહોરાવી પૂછ્યું: અહે, મહાત્મન, શ્રીકૃષ્ણ વાસુદેવની આ વિશાળ દ્વારિકા નગરીમાં આપને આહારની પ્રાપ્તિ શું ન થઈ, કે જેથી એક જ ઘરમાં ત્રણ ત્રણ વખત આપને આવવું પડયું ? ઉક્ત મુનિવરે દેવકીનું કથન સમજી ગયા અને કહ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com