________________
આપણે શ્રી મહાવીર દેવ પાસે જઈએ. બંને જણ પ્રભુ મહાવીર પાસે આવ્યા. ખધકે પ્રભુને વિનયપૂર્વક વંદને નમસ્કાર કર્યો અને તેમની સન્મુખ બે હાથ જોડી ઉભા રહ્યા. તરતજ પ્રભુએ કહ્યું – હે આર્ય ! પીંગળ નામના સાધુએ તમને જે દશ પ્રશ્નો પૂછયા છે તેના ઉત્તર આ પ્રમાણે છે. એમ કહી પ્રભુએ તે દશે પ્રશ્નોના વિસ્તાર પૂર્વક જવાબ આપ્યા. તે સાંભળી બંધક સન્યાસી સંતોષ પામ્યા. ત્યાર પછી પિતાને વીતરાગ ધર્મ સંભળાવવાની ખંધકે પ્રભુને વિનંતિ કરી એટલે પ્રભુએ તેમને પંચમહાવત રૂપ સાધુ ધર્મ સંભળાવ્યું. આથી અંધકને જૈનધમની પ્રવર્તી લેવાની અભિલાષા કંઈ તરતજ તેમણે પિતાને પરિવ્રાજક વૈશ દૂર કર્યો અને પંચમુષ્ઠિ લોચ કરી પ્રભુ સમીપ ઉભા રહી પોતાને જૈન મતની દીક્ષા આપવાની પ્રભુને વિનંતિ કરી, એટલે ભગવાને તેમને દીક્ષા આપી. તે પછી ખધક મુનિએ સામાયકાદિ ૧૧ અંગનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ભિક્ષની આકરી બાર પ્રતિમાઓ આદરી અને ગુણસંવત્સર નામક મહાતપ કરી શરીરને શોસવી નાખ્યું. શરીર એકજ દુર્બળ થઈ જતાં, તેમણે પ્રભુની રજા લઈ રાજગૃહી પાસેના વિપુલગિરી પર્વત પર આવી સંથાર કર્યો. એક માસના સંથારાને અંતે, એકંદર ૧૨ વર્ષને સંયમ પાળી તેઓ કાળધર્મ પામ્યા અને બારમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મેક્ષમાં જશે.
૮૦ ગર્ગાચાર્ય.
જૈને સંતપુરુષોમાં પૂર્વકાળે ગર્ગ નામના મહા વિદ્વાન આચાર્ય વિચરતા હતા. તેમને ઘણા શિષ્ય થયા હતા, પરંતુ પૂર્વના કર્મ સંગે બંધાયે શિષ્ય અવિનિત અને ગુરૂને અસમાધિ ઉપજાવે
તેવા હતા. આથી ગુરૂ તે સર્વ શિષ્યને ત્યાગ કરીને એકલવિહારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com