________________
ખાવાને દેહદ થયેલ. આથી ગર્ભને અનિષ્ટકારી સમજી, કંસને જન્મ થતાંજ રણુએ તેને કાંસાની પેટીમાં ઘાલી, કંસના પિતાના નામની મુદ્રિકા તેને પહેરાવી, નદીમાં તરતો મૂકો. તરતી તરતી. તે પેટી સૌરીપુરતા એક વણિકને હાથ આવી, તેણે તેમાંથી આ બાળકને કાઢયે અને તેનું પાલન કરવા લાગ્યો. આગળ જતાં તે તેફાની થવાથી વણિકે તેને વસુદેવ રાજાને સેં. વસુદેવે તેને યુદ્ધકળા શીખવી. ત્યારપછી કંસે સિહરથ રાજાને પકડ્યો અને જીવયશા નામક રાજકન્યા પરો. પછી તેણે ઉગ્રસેન પાસેથી મથુરાનું રાજ્ય મેળવ્યું, અને પિતાને કેદમાં પૂર્યો. વસુદેવ અને કંસને મિત્રાચારી હતી. આ મિત્રાચારીના બદલામાં કંસે પોતાના કાકા દેવક રાજની દીકરી દેવકી વસુદેવને પરણાવી.
આ ઉત્સવ વખતે છવયશાએ અતિમુક્ત મુનિની મશ્કરી કરેલી. તેના બદલામાં અતિમુક્ત મુનિએ તેને કહ્યું કે આ દેવકીને સાતમે ગર્ભ તમારા કુળને અને તમારા પતિને નાશ કરશે. આથી છવયશા ગભરાઈ ગઈ. આ વાત તેણે પિતાના પતિ કસને કહી. કંસે દેવકીની સુવાવડે પિતાને ત્યાં કરાવી; પરન્તુ તેને નાશ કરનાર કૃષ્ણ તે. દૈવયોગે જીવતો જ રહી ગયા. દેવકીને અવતરેલા પ્રથમના છ ગર્ભો માયા વડે સુલસાને ત્યાં મૂકાયા હતા, અને સુલતાના મૃત બાળકે દેવકીની ગોદમાં પડ્યા હતા, જેને પત્થર સાથે અફાળીને કેસ પિતાના વૈર બદલ સતિષ પામીને ફેંકી દે. સાતમા શ્રી કૃષ્ણનું સાહરણ દેવે ગોકુળમાં નંદ નામના ગોવાળની યશોદા નામક સ્ત્રીને ત્યાં કર્યું અને યશોદાને જન્મેલી પુત્રી દેવકીની ગોદમાં મુકી. દેવકીને બાળક અવતર્યાની ખબર પડતાં કંસ ત્યાં આવ્યો અને મુનિનું વચન જુઠું માની, તેણે તે પુત્રીનું નાક છેદી, દેવકીને સુપ્રત કરી. આગળ જતાં જ્યારે શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા થયા અને પોતાના માતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com