________________
સખ્ત ધાક બેસાડી દીધી. કોઈપણ માણસ શ્રેણિક રાજાને મળવા જઈ શકે નહિ, તેમજ તેમને ખાનપાન આપવાનું પણ કણિકે બંધ કરાવ્યું, આ સાંભળવાથી ચેપ્લણા રાણીના દુઃખના પાર રહ્યો નહિ, તે ખુબ આત ધ્યાન કરવા લાગી. પણ શા ઉપાય? છતાં તેણી હિમતવાન બનીને કણિક પાસે ગઈ, અને શ્રેણિકને મળવા જવાની રજા માગી. કુણિક ના કહી શકયા નહિ, તેથી ચેલણા રાણી રાજ શ્રેણિકને મળવા જાય અને છાની રીતે ખાવાનું લઈ જને તેમને આપે.
આ પ્રમાણે કેટલાક દિવસ વીતી ગયા. કુણિને એક પુત્ર હતા. તેના પર કણિકને ઘણીજ પ્રીતિ હતી. તે બાળકને રમાડતા હતા. પાસે ચેલ્લા રાણી ખેડેલી હતી. તેને જોઈ ને કુણિક માલ્યાઃ હે માતા, મારા જેટલી પ્રીતિ જગતમાં કાઈ ને પુત્ર પર હશે ? રાણી ચેલ્લણાએ જવાબ આપ્યાઃ-કુણિક, પુત્ર પ્રેમ તેા મહારાજા શ્રેણિકના ! બાકીના બીજાને પ્રેમ તેા સ્વાર્થી અને ક્ષણિકજ. કુણિકે કારણ પૂછ્યું. રાણી ચેલ્લણાએ કુણિકના જીવનવૃત્તાંત કહ્યો અને કહ્યું કે શ્રેણિકનાજ પ્રતાપે તું જીવતા રહ્યો છે, નહિ તા ક્યારનાયે સ્વધામ પહોંચી ગયા હોત. વળી રાજ્ય પણ તનેજ આપવાની ઈચ્છા મહારાજા શ્રેણિકની હતી. પણ તું તેા બહુ સારા પુત્ર થયા, એટલે રાયલાભને ખાતર પિતાને કેદમાં પુરતાં પણ તને દયા ન આવી. આ સાંભળી કણિક ક્ષણભર સ્થંભી ગયા અને પેાતાના પ્રેમાળ પિતાને દુ:ખ આપ્યા બદલ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તરતજ તે ચેલ્લણા રાણીને કહીને શ્રેણિકને કેદખાનામાંથી છૂટા કરવા માટે દોડયો. લુહારને એલાવવા જતાં માડુ' થાય તેથી તે પોતે હાથમાં એક લોઢાના દંડ લઈને જેલ તરફ રવાના થયા.
શ્રેણિકરાજા કર્મની વિચિત્ર સ્થિતિ ઉપર વિચાર કરતા હતા અને પાતે પાછળથી જૈનધર્મી બન્યાથી સધળું દુઃખ સમભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com