________________
પ્રભના ૧૮ મા વર્ષનું ચારિત્ર અને ૨૬ મા વર્ષે મોક્ષગમનથી આશ્ચર્ય પામી તેને ધન્યવાદ આપ્યું. આ વાતચિત પવનજયે ગુપ્ત રીતે સાંભળી, પોતાની પત્નિને પિતાના બદલે બીજાની પ્રશંસા કરતી સાંભળી, તેને અંજના પર તિરસ્કાર થયો, અને લગ્ન કર્યા બાદ તેના સહવાસથી અલગ રહેવાનો પવન નિશ્ચય કર્યો.
નિયત સમયે બંનેના લગ્ન થઈ ગયા. નવદંપતી અને પ્રલ્હાદ રાજા ચતુરંગી સેના સાથે રત્નપુરીમાં પાછા ફર્યા. લગ્નસુખનો લ્હાવો લેવા ઈચ્છતી અંજના તે રાત્રિયે પતિ આગમનની રાહ જોતી બેઠી, પરંતુ પવન તેણીના મહેલમાં પ્રવેશ કર્યો નહિ. આમ એક બે ત્રણ ચાર એમ દિવસે વિતતા ગયા, પણ પવન અંજનાના મહેલમાં દિવસે કે રાત્રિએ પગ સરખોયે ન મૂક્યો. અંજના ચિંતામગ્ન હતી. તેણે પવનજયના રેષનું કારણ જાણતી ન હતી.
એકવાર અંજનાના પિતાએ વસ્ત્ર, ઘરેણાં, મે મિઠાઈ આદિ વસ્તુઓ મોકલી. અંજનાએ તે વસ્તુઓ દાસી દ્વારા પવનજયને મોકલાવી; પરંતુ પવનજયે તે જ ક્ષણે મે-મિઠાઈ ગાનાર ગવૈયાને આપી દીધી, ઘરેણાં ચંડાળને આપ્યાં અને વસ્ત્રના ચૂરેચૂરા કરી નાખ્યા. આ જોઈ દાસી અંજના પાસે આવી અને બધી વાત વિદિત કરી. અંજનાના શોકનો પાર ન રહ્યો. પોતે પિતાના ભાગ્યને દોષ દેવા લાગી અને પતિદેવનું હંમેશ શુભ ચિંતન કરતી ધર્મધ્યાનમાં વખત વ્યતિત કરવા લાગી.
પતિ વિયોગમાં આ રીતે બાર વર્ષના વહાણું વાઈ ગયા. એકવાર લંકાના રાજા રાવણનો દૂત રત્નપુરીની રાજસભામાં આવ્યા અને પ્રહાદ રાજાને કહ્યું, કે દુષ્ટ બુદ્ધિ વરુણ અમારા રાજાને તાબે ન થતાં, યુદ્ધ કરવા માગે છે, તે આપ લશ્કર લઈ વેળાસર મદદ પધારો. પ્રહાદ રાજાએ કબુલ કર્યું અને લશ્કર એકઠું કરવા માંડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com