________________
૭૦
પત્તો ન મળે તે દેહત્યાગ કરવાનો નિશ્ચય કરી રાજાએ તેની શોધ માટે ચોમેર ઘેડેસ્વારે દોડાવ્યા. જંગલમાં સતીને મેળાપ થતાં અનુચરોએ રાજાની સ્થિતિ વર્ણવીને, તેણીને રાજ્યમાં આવવાનું કહ્યું. કલાવતી શંખપુરમાં આવી, રાજાને પ્રણામ કર્યા. રાજાએ તેની ક્ષમા માગી, તે સાથે તેણીના સાજા થયેલાં કાંડા જોઈ તે આશ્ચર્યમુગ્ધ બન્યો અને તેની પવિત્રતાની વધુ ખાત્રી થઈ. રાજા અને રાણું ત્યારપછી સુખપૂર્વક રહેવા લાગ્યા.
એકવાર એક સ્થવર મુનિ શંખપુરમાં પધારતા રાજા રાણી તેમનાં દર્શને ગયા. કલાવતીએ પોતાના પર આવેલાં કલંકનું કારણ મુનિને પૂછયું. મુનિએ કહ્યું –હે સતી, પૂર્વે તું સુચના નામે રાજકન્યા હતી, અને શંખ રાજાને જીવ એક પિપટ હતો. તે પિટને તેં પાળ્યો હતો. એકવાર તે તારી પાસેથી ઉડી ગયે, તેથી તેને તેના પર ક્રોધ થશે. તે પોપટને ઝાડપરથી તે માણસો દ્વારા પકડી મંગાવ્યો અને ગુસ્સાના આવેશમાં તેં તેની બંને પાંખો છેદી નાખી. પૂર્વભવનું આ વૈર આ વખતે શંખ રાજાએ વાળ્યું. તેથી તેમણે હારા બંને હાથ કાપી નખાવ્યા. માટે પાપ કર્મ કરતાં પહેલાં વિચાર કરો અને ધર્મનું શરણ લેવું.
આ ઉપદેશ સાંભળી બંનેએ જાતિસ્મરણ જ્ઞાન થતાં ત્યાં દીક્ષા લીધી, અને ચારિત્ર પાળી દેવલોકમાં ગયા; ત્યાંથી મહા વિદેહમાં જન્મ ધરી તેઓ મોક્ષમાં જશે.
૫૮ કામદેવ શ્રાવક
ચંપા નગરી, કામદેવ નામે ગાથાપતિ, ભદ્રા નામે તેમની સ્ત્રી, રિદ્ધિ સિદ્ધિને પાર નહિ, છ ક્રોડ સોનૈયા જમીનમાં, છ ક્રોડ વ્યાપારમાં, છ કોડ ઘર વખરીમાં, અને છ ગોકુલ હતાં. કામદેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com