________________
૬૯
તૃષાતુર થયેલી સતી પાણી પીવા સરીતા તટે પહોંચી. એવામાં એકાએક પાણીનુ પૂર આવ્યું; જેમાં કલાવતી તણાઈ જાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. આવી કલંકિત અવસ્થામાં તેનુ મૃત્યુ થાય, એ લાવતીને ઈષ્ટ ન લાગ્યું. એટલે તે વિશુદ્ધ ભાવે પ્રભુ સ્મરણ કરતાં ખાલી:—હે નાથ ! જે મેં આજ સુધી સાચા મનથી પતિ સેવા કરી હાય, સ્વપ્નમાં પણ પતિનું અહિત યુિં ન હોય, અને હું પવિત્ર જ હોઉં, તે! આ નદીનુ પૂર આસરી જજો અને મ્હારા અને હાથ નવપવિત થશે. સતીના મુખમાંથી ઉપરના શબ્દો નીકળતાં જ નદીના પ્રવાહ એકદમ શાંત થઈ ગયા, અને તેના કપાયેલાં કાંડાં પુનઃ સજીવન થયાં.
અહિ કલાવતીએ એક વૃક્ષની એથે આશ્રય લીધે અને એક પુત્ર રત્નના જન્મ આપ્યા. જંગલમાં પુત્રનેા પ્રસવ થવાથો કલાવતીને ખૂબ લાગી આવ્યું; પરન્તુ કર્મનું પરિબળ સમજી, સઘળું તેણીયે સમભાવે સહન કર્યું. એવામાં એક તાપસ ત્યાં આવી ચડયા. દયાથી તે કલાવતી તથા તેના બાળકને પાતાના મઢમાં લઈ ગયા અને તેને તાપસણીના સહવાસમાં મૂક્યા. કલાવતી અહિં ધર્મ ધ્યાનમાં સમય પસાર કરવા લાગી.
બીજી તરફ્ ચંડાળાએ કલાવતીના કાંડાં ખેરખાં સહિત શંખ રાજાને સોંપ્યા. ખેરખાંની સુંદરતા અને કારીગીરી જોઈ રાજા આશ્ચય પામ્યા. વધુ બારીકાઈથી જોતાં તેણે ખેરખાં પર ‘ જયસેન’ એવું નામ વાંચ્યું. તે વાંચતાં જ રાજાને પ્રાસકા પડયા. તે સમજ્યા કે ખેરખાં કલાવતીના ભાઈના માકલાવેલાં છે અને તેથી જ તેણી તેના ભાઈ પરના અસીમ સ્નેહ વ્યક્ત કરતી હશે ! અહા ! હું કેવા દુષ્ટ કે પૂરતી તપાસ કર્યાં વગર કલાવતી જેવી પવિત્ર સ્ત્રી પર વહેમાયા, અને તેણીની દુર્દશા કરાવી. અહા ! હવે તેણીને ક્યાં પત્તો લાગશે? એમ વિચારતાં રાજાનુ હૃદય મુંઝાયું; કલાવતીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com