________________
અને ત્રીજી નરકે ગયા. પાછળથી બળભદ્ર આવીને ભાઈના મૃત્યુ પર ખૂબ આંસુ સાર્યા, પણ સઘળું વ્યર્થ ગયું. આખરે તેણે શ્રી કૃષ્ણની અંતઃક્રિયા કરી. શ્રીકૃષ્ણ આવતી ચોવીસીમાં ભરતક્ષેત્રમાં ૧૨ મા તીર્થંકર થશે.
૬૭ ૨ષ્ણકુમાર. શ્રેણિક રાજાની કૃષ્ણકુમારી નામક રાણુને કૃષ્ણકુમાર નામે પુત્ર થયા હતા. તે કલકુમારની સાથે યુદ્ધમાં કણિકની મદદે ગયો. ત્યાં ચેડા રાજાના હાથે તેનું મૃત્યુ થયું અને તે નરકમાં ગયે. ત્યાંથી નીકળીને તે કાળકુમારની માફક મેક્ષમાં જશે.
૬૮ કુંથુનાથ. વર્તમાન ચોવિસીને ૧૭મા તીર્થકર શ્રી કુંથુનાથ હસ્તિનાપુરના સુર નામક રાજાની શ્રી નામની રાણીની કુક્ષિમાં, સવાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને શ્રાવણ વદિ ૯ ની રાત્રે ઉત્પન્ન થયા. માતાએ ૧૪ સ્વપ્ન જોયાં. ગર્ભકાળ પુરે થયે વૈશાક વદિ ૧૪ ના રોજ તેમને જન્મ થયો.
દિ કુમારીકાઓએ શ્રીરાણીનું સુતિકર્મ કર્યું. ઈદ્ધિએ ભાવી તીર્થકરનો જન્મોત્સવ ઉજવ્યો. માતા પિતાને અતિશય હર્ષ થયો. ગર્ભ વખતે માતાએ કુંથુ નામે રત્નસંચય જોયેલો, તે ઉપરથી પુત્રનું નામ કુંથુનાથ પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વીતાવી તેઓ યુવાવસ્થા પામ્યા ત્યારે તેમને કેટલીક સુરૂપ કન્યાઓ પરણાવવામાં આવી. તેમનું દેહમાન ૩૫ ધનુષ્યનું હતું. ર૩૭૫૦ વર્ષની ઉમરે તેઓ પિતાની રાજગાદી પર આવ્યા. ૨૩૭૫૦ વર્ષ સુધી માંડળીક રાજાપણે રહ્યા. ત્યારપછી આયુદ્ધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું, જે વડે તેમણે છ વર્ષમાં છ ખંડ જીત્યા અને તેઓ ચક્રવર્તી કહેવાયા. ચક્રવર્તીપણામાં તેમણે ર૩૭૫૦ વર્ષ રાજ્ય કર્યું, ત્યાર પછી વરસીદાન આપવું શરૂ કર્યું. તે પછી તેમણે એક હજાર પુરુષો સાથે વૈશાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com