________________
પ્રસુતિક્રિયા પિતાને ત્યાં કરાવવાની માગણી કરી. વસુદેવે તે કબુલ રાખી. ત્યારબાદ દેવકીએ પ્રસવેલાં છ બાળકે દેવની માયાથી સુલતાને
ત્યાં ગયા, અને સુલસાને જન્મેલાં મૃત બાળકે દેવકીને ત્યાં આવ્યા. હવે સાતમા પુત્રપ્રસવની કંસ રાહ જોવા લાગ્યો. તેણે ચેકીદારને સખ્ત ચેતવણી આપી. પરંતુ જેનું પુણ્ય પ્રબળ હેય અને ભાવિ નિર્માણ હેય તે કેણ મિથ્યા કરી શકે. યોગ એવો બન્યો કે બરાબર સાતમે મહિને દેવકીએ સાતમા બાળક શ્રી કૃષ્ણને જન્મ આપે. દેના પ્રભાવે ચેકીદારે ઉંઘમાં ઘોરતા હતા. દેવોએ તે કૃષ્ણ બાળકને સાવધાનીથી ઉંચકી લીધો અને તેને લઈ જઈને ગેકુલ નામક ગ્રામમાં નંદ નામક ગોવાળને ત્યાં મૂક્યા. ત્યાં કૃષ્ણ મેટા થયા અને કંસને વધ કર્યો. પરંતુ શ્રી કૃષ્ણ તે વખતે જરાસંઘની બીકથી પશ્ચિમ ભણી ચાલ્યા ગયા. ત્યાં દેવતાઓએ તેને માટે દ્વારિકાનગરી વસાવી આપી. સર્વ યાદવોએ તેમને રાજ્યાસને બેસાડી રાજા તરીકે સ્વીકાર્યા. આ વાતની ખબર પડતાં પ્રતિવાસુદેવ જરાસંઘે કૃષ્ણ વાસુદેવ પર ચડાઈ કરી, પરંતુ તેમાં જરાસંઘ મરાયો. પછી બીજા દેશો શ્રીકૃષ્ણ જીત્યા અને એ રીતે તેઓ છે ખંડના અધિપતિ થયા. તે વખતે પાંડે તેમના નિકટના સગા અને નેહીઓ હતા. તેમના વખતમાં શ્રી કૃષ્ણના કાકા સમુદ્રવિજય રાજાના પુત્ર શ્રી નેમિનાથ તીર્થકર થયા. શ્રી કૃણુ પ્રભુ નેમનાથના અનન્ય ભક્ત હતા. શ્રીકૃષ્ણને રૂક્ષ્મણું, સત્યભામા, રાધા, પદ્માવતી આદિ ઘણી રાણીઓ હતી. તેમના નાનાભાઈ ગજસુકુમારે સગપણ કરેલી કન્યાને છેડી, પ્રવર્યા લઈ, તપ કરવા સ્મશાનમાં વાસ કર્યો હતો, ત્યાં તેમના સસરા સોમિલ બ્રાહ્મણના ઉપસર્ગથી શ્રી ગજસુકુમારે મોક્ષમાં વાસ કર્યો. આ ખબરથી ભાઈના આ વેદનાજનક મૃત્યુથી શ્રી કૃષ્ણને ઘણું લાગી આવ્યું. પિતાનું મૃત્યુ કેવી રીતે થશે એ બાબત શ્રી નેમનાથને પૂછતાં પ્રભુએ શ્રી કૃષ્ણને કહ્યું કે તારી દ્વારકાનગરી દેવના કેપે બળશે અને જરાકુંવરના હાથે તારું મૃત્યુ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com