________________
અને આગમનનું કારણ પૂછયું. જવાબમાં સાધ્વીજી બોલ્યાઃ કરકંડુ, તું જેની સાથે આ યુદ્ધ ખેલે છે, તે તારે પિતા છે, એ તું જાણે છે
કરકંડુ આશ્ચર્ય પામી બોલ્ય: ના, મહાસતીજી. કહે કેવી રીતે ?
જે આ વીંટી. તે પર કોનું નામ છે ?'
વીંટી પર દધિવાહનનું નામ જોઈ કરકંડ વિસ્મય પામ્યો. સાધ્વી બોલ્યા. કરકંડુ, સબુર. મને એકવાર જવા દે હારા પિતા પાસે. એમ કહી સાધ્વી દધિવાહન પાસે ગયા અને કહ્યું.
“રાજન! તમારી પદ્માવતી રાણીને હાથી લઈ ગયો હતો, તે પછી તેનું શું થયું તે તમે જાણો છો ?'
“નહિ, મહાસતીજી. હું તેમાંનું કશું જાણતો નથી.”
હું પિતે જ પદ્માવતી' સાધ્વીજી બેલ્યા.
‘ત્યારે તમને ગર્ભ હતો તેનું શું થયું?” રાજાએ આશ્ચર્યથી પૂછયું.
તેજ આ કરકંડુ, કે જેની સામે તમે યુદ્ધ ખેલે છે.
રાજા દિંગમૂઢ બન્યો. યુદ્ધ બંધ થયું અને તે કરકંડ પાસે આવી પ્રેમથી તેને ભેટયો. સાધ્વીએ તેમને ધર્મબોધ આપ્યો. દધિવાહન રાજા વૈરાગ્ય પામ્ય અને ચંપાનગરીનું રાજ્ય કરકંડને સેંપી દીક્ષા લઈ ચાલી નીકળ્યો.
હવે કરકંડુ ન્યાયપૂર્વક રાજ્ય ચલાવે છે. કરકંકુને ગાયના ગોકુળ બહુ પ્રિય હતા. એકવાર એક બાળ-વાછરડાને જોઈ તેને તેના પર ખૂબ પ્રેમ થયો. તેથી તેણે ગોવાળને કહ્યું. આ ગાયને તમે દોહશે નહિ અને સઘળું દુધ આ વાછરડાને પીવરાવી દેજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com