________________
તેને કોણ લઈ જાય છે તે જોવા સારૂં તે ઝાડની ઓથે છુપાઈને ઉભી રહો. તેવામાં એક ચંડાળ ત્યાં આવ્યું અને આ બાળકને લઈ ગયે. છાની રીતે પદ્માવતી ચંડાળનું ઘર જોઈ આવી અને ત્યાંથી ઉપાશ્રયમાં આવી. તેણે સાધ્વીજીને કહ્યું કે બાળક મરેલું અવતર્યું, તેથી હું તેને સ્મશાન ભૂમિમાં મૂકી આવી છું. પુત્ર પ્રેમને વશ થઈ પદ્માવતી સાવી રોજ પેલા ચંડાળને ત્યાં જાય અને પુત્રને રમત જોઈ આનંદ પામે.
હવે આ પુત્ર દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. તેને ખરજવાનું દરદ થયું હતું, તેથી વારંવાર તે પોતાના શરીરને હાથથી ખણ્યા કરે, તેથી તેનું નામ કરઠંડુ પાડ્યું. કરકંડુ સ્મશાન રક્ષકનું કામ કરતા. એકવાર બે સાધુ તે રસ્તે થઈને જતા હતા, તેમાંના એક સાધુ જ્ઞાની હતા, તેમણે કહ્યું. જો કોઈ માણસ આ વાંસની ઝાડીમાંથી પેલા ઉભા વાંસને કાપી લે તે તે રાજા થાય, આ શબ્દો કરસંડુએ સાંભળ્યા, તેમજ ચંપાનગરીનો એક બ્રાહ્મણ તે ઝાડીમાં બેઠેલે, તેણે પણ સાંભળ્યું. કરકંડ એકદમ તે ઝાડી પાસે દોડી ગયે પણ તે પહેલાં પેલા બ્રાહ્મણે તે વાંસ કાપી લીધો. કરકંડુ આથી ગુસ્સે થયા. અને તેણે તે વાંસ બ્રાહ્મણ પાસેથી છીનવી લીધો. બ્રાહ્મણે ગામમાં જઈ પંચ ભેગું કરી ન્યાય માગ્યો. પંચે કરકંડને બેલાવી દંડ આપી દેવાનું કહ્યું. કરકંડુએ કહ્યું કે વાંસ નહિ મળે, કેમકે અમારી રખેવાળી છે. પંચે કહ્યું, તને લાકડી આપવામાં શો વધે છે? આ બિચારો બ્રાહ્મણ છે તો આપી દે ને? કરકંડુ બોલ્યો - આ જાદુઈ લાકડી છે, તે ન અપાય. કારણ કે આનાથી તે મને રાજ્ય મળવાનું છે. આ સાંભળી સઘળા બ્રાહ્મણે હસીને બોલ્યાઃ એમ છે તે ભલે તું રાખ, પણ તને રાજય મળે તે આ બિચારાને એક ગામ આપજે છે.
અરે ! એકના બદલે બે ગામ આપીશ. ચિંતા શીદને કરે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com