________________
૫૩
અહિં અજનાને એક મુનિનાં દર્શન થયાં. તે આનંદ પામી. મુનિ તેનો ભાગ્યવિ થાડા વખતમાં પ્રકાશશે એમ કહી હિંમત આપી વિદાય થયા. સાથે વસતતિલકા દાસી હતી, તેણે પિયરમાં જવાનું અ’જનાને કહ્યું, પણ એવી કલંકિત દશામાં પિયરના આશ્રય લેવાનું અંજનાને ચાગ્ય ન લાગ્યું. પણ વસંતતિલકાના આગ્રહથી તેઓ કષ્ટ સહન કરતાં કરતાં મહેન્દ્રગઢમાં આવ્યા અને દ્વાર રક્ષક મારફત પોતાના આગમનના સમાચાર કહેવડાવ્યા. કાળાં વસ્ત્ર પરિધાન કરીને આવેલી અંજનાના સમાચાર સાંભળી મહેન્દ્ર રાજાને અંજના વ્યભિચારિણી હોવાની શંકા આવી. તે સાથે રાણીએ પણ અંજનાના દુર્ભાગ્યે સાક્ષી પૂરી કે એમજ હશે, નહિ તેા આજે ખારબાર વર્ષથી પવનજય તેનો ત્યાગ શા માટે કરે ? પિતા અને માતાએ એકની એક પુત્રી અંજનાને આશ્રય ન આપ્યા. તેમણે કહાવ્યું કે એવી કલકત પુત્રીનું મ્હારે કામ નથી. ' અંજના ખેદ પામી ત્યાંથી ભાઈ ભાજાઈ એને દ્વારે ગઈ, ત્યાં પણ તેણીને કોઈએ સ`ધરી નિહ, અંતે તે દાસી સાથે ભાગ્યને દોષ દેતી પુનઃ જંગલમાં આવી, અને એક ગુફાનો આશ્રય લઈ ધર્મ ધ્યાનમાં સમય વીતાવવા લાગી. અજનાએ અહિં એક તેજસ્વી પુત્ર રત્નનો જન્મ આપ્યા. થાડાક વખત બાદ પ્રતિસૂય નામનો હનુરૂહ નગરનો રાજા, જે અજનાનો મામેા થતા હતા, તે કરતા કરતા અહિં આવી ચડયા. તેણે અંજનાને એાળખી, અને પાતાને ત્યાં લઈ ગયા. કુમાર હનુરૂહમાં ઉ↑ એટલે તેનું હનુમાન એવું નામ પાડયું.
"
બરાબર બાર માસ યુદ્ધ ચાલ્યું તેમાં પવનજયે વરૂણને પરાજય આપ્યા. ધેર આવી અંજનાને ન દેખતાં તેણે માતાપિતાને પૂછ્યું. અંજનાના દુ:ખદ સમાચાર મળતાં તેના શાકનો પાર ન રહ્યો. પેાતાના પૂર્વાંગમનની વાત કહી, માતા પિતાને ઠપકો આપ્યા અને અંજના ન મળે ત્યાં સુધી તેણે ખાવા પીવાની પ્રતિજ્ઞા કરી. ચારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com