________________
તૃષ્ણ બહુ વધી. હવે હું આપની પાસેથી એક દમડી પણ લેવા ઈછત નથી, પણ લેભનું મૂળ સંસાર છે તેને જ હું ત્યાગ કરવા માગું છું. એમ કહી પીલ ત્યાંથી ચાલ્યો ગયો અને એક મુનિ પાસે જઈ તેણે દીક્ષા લીધી. સણ તપ, જપ, ધ્યાન કરતાં છે મહિનામાં કપીલ મુનિને કેવળજ્ઞાન થયું. અને કપીલ કેવળી કહેવાયા.
એકવાર કપીલ મુનિ વિહાર કરતા હતા, રસ્તામાં બળભદ્ર વગેરે પ૩૦ ચોરે મળ્યા. તે ચોરેએ કપીલને પકડ્યા અને સંગીત ગાવાનો હુકમ આપ્યો. કપીલ મુનિએ સમયસૂચકતા વાપરી, એવા તે બેધક અને વૈરાગ્યમય સંગીત તીણા સૂરથી શરૂ કર્યો કે ચારે ત્યાંજ થંભી ગયા અને તેમના જ્ઞાન ચક્ષુઓ ખુલી ગયાં. આ બધા ચેરોને કપીલ મુનિએ દીક્ષા આપીને તાર્યા, આવા મહાન કાર્ય કરીને સર્વ દુઃખોનો અંત કરી કપિલ મુનિ મેક્ષ નગરીએ પધાર્યા.
યય કમળાવતી,
ઈપુકાર નગરના ઈષકાર નામક રાજાને કમળાવતી નામે રાણી હતી. તે પણ નલિનીગુલ્મ વિમાનમાંથી ચ્યવને આ લેમાં અવતરી હતી અને ઈષકાર રાજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. એક પ્રસંગે રાજાના ભૂગ નામના પુરોહિતનું ધન દરબારમાં આવતું દેખી, તેને રાજ્યકર્તાઓની મેહદશા અને સંસારની અસારતાનો વિચાર આવ્યો. સંસારથી તે ભય પામી. અને તરત જ તે રાજા પાસે આવી કહેવા લાગી. સ્વામિન, પાંજરામાં રહેલું પક્ષી જેમ ખુશી થાય નહિ, તેમ તમારા આ રાજ્યરૂપી પાંજરામાં રહી હું સુખ અનુભવી શકતી નથી; અર્થાત્ સંસારની આ મહજનક જાળમાંથી મૂક્ત થઈને હું ચારિત્ર લેવા ઈચ્છું છું. એમ કહી તેણે સંસારની અસારતાનું આબેહુબ સ્વરુપ રાજાને સમજાવ્યું. આથી રાજાને પણ વૈરાગ્ય થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com